Gold-Silver Price Today, 24 October: સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ગોલ્ડની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. 6 ઓક્ટોબરે સોનાનો ભાવ 56539 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને આજે સોનાનો ભાવ 61600 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે. દિલ્હી સોની બજારમાં સોના-ચાંદીના ભાવ વધારા સાથે બંધ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ઓક્ટોબર બાદથી અત્યાર સુધી સોનાની કિંમતોમાં આશરે 5100 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ 50 રૂપિયાના વધારા સાથે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો છે. 


ચાંદીની કિંમતોમાં થયો ઘટાડો
આ સિવાય દશેરાના દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદી 500 રૂપિયાના ઘટાડા સાથે 74500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ માત્ર ₹14,147 લગાવી કમાણીની તક, કાલે ખુલશે આ હેલ્થકેર કંપનીનો આઈપીઓ, જાણો GMP


HDFC Securities એ આપી જાણકારી
રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાની કિંમત 50 રૂપિયા વધી 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તો પાછલા કારોબારી સત્રમાં સોનું 61600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.  HDFC Securities એ વિશે જાણકારી આપી છે. 


શું છે એક્સપર્ટનો મત?
એચડીએફસી સિક્યોરિટીઝમાં વરિષ્ઠ એક્સપર્ટ સૌમિલ ગાંધીએ કહ્યું કે સોનામાં એક સીમિત દાયરામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઈન્વેસ્ટરો ઇઝરાયલ-હમાસ સંઘર્ષ સાથે જોડાયેલા ઘટનાક્રમને લઈને સતર્ક જોવા મળ્યા. વૈશ્વિક બજારોમાં સોનું અને ચાંદી બંને નબળા પડી ક્રમશઃ 1975 ડોલર પ્રતિ ઔંસ અને 22.92 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યાં છે. 


ગાંધી પ્રમાણે સોની કારોબારીઓનું માનવું છે કે અમેરિકામાં અર્થવ્યવસ્થા સંબંધિત વ્યાપક આંકડા આવતા પહેલા સોનું પોતાના ઉપલા સ્તરમાં મજબૂતી હાસિલ કરશે. આ વચ્ચે વાયદા બજારમાં સોનાનો ડિસેમ્બરનો કરાર 332 રૂપિયા ઘટી 60267 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ સિવાય એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બરનો કરાર ભાવ 521 રૂપિયા તૂટી 71554 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. 


આ પણ વાંચોઃ ₹82.50 નો શેર ₹1404 પર પહોંચી ગયો, લિસ્ટિંગ બાદથી જોરદાર રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ


આજે પહેલા સત્રમાં બંધ હતું MCX માર્કેટ
દશેરાની રજા હોવાથી મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં કારોબાર દિવસના પ્રથમ ભાગમાં બંધ રહ્યો હતો. ત્યારબાદ સાંજના સત્રમાં કારોબાર શરૂ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube