નવી દિલ્હીઃ ભારતીય સોની બજારમાં આ કારોબારી સપ્તાહમાં સોના-ચાંદીના રેટમાં ભયંકર ઉતાર-ચઢાવ રહ્યો. સપ્તાહમાં સોનાના ભાવમાં 1113 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી પણ સસ્તી થઈ છે. ચાંદી 867 રૂપિયા સુધી સસ્તી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે શુક્રવાર (11 માર્ચ) ના સોનાની કિંમત સોમવાર (7 માર્ચ) ના 53595 રૂપિયાના મુકાબલે 52462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. તો ચાંદીની કિંમત સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ દિવસ એટલે કે 7 માર્ચ 70580 રૂપિયા પ્રતિ કિલો હતી, જે ઘટીને અંતિમ કારોબારી દિવસ 11 માર્ચના 69713 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. 


આ પણ વાંચોઃ હવે સરળ થઈ જશે UPI નો ઉપયોગ, 15 માર્ચથી Aadhaar-OTP થી આ રીતે કરી શકશો એક્ટિવ


સપ્તાહમાં શું રહી સોની બજારની સ્થિતિ
IBJA પ્રમાણે 7 માર્ચે 24 કેરેટ સોનું 53595 રૂપિયા પ્રતિ 10 ગ્રામના હિસાબે વેચાઈ રહ્યું હતું. તે 8 માર્ચે 47 રૂપિયા ઘટી 53,548 રૂપિયા પર આવી ગયું જે આગામી દિવસે 9 માર્ચે 407 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી 53,141 રૂપિયા પર પહોંચી ગયું. 10 માર્ચે સોનાનો ભાવ 52880 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો, જે એક દિવસના મુકાબલે 216 રૂપિયા ઓછો છે. આ રીતે 995 એટલે કે 22 કેરેટ સોનાના ભાવમાં 1128 રૂપિયાનો ઘટાડો થયો છે. 


શનિ અને રવિવારે જાહેર થતાં નથી ભાવ
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની રજાને કારણે શનિવાર-રવિવારે સોના-ચાંદીનો ભાવ જાહેર થતો નથી. IBJA દેશ દેશભરમાં સર્વસામાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટને લઈને એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીનો કરન્ટ રેટ કે હાજર ભાવ શહેરો પ્રમાણે અલગ હોય શકે છે કે તેની કિંમતમાં થોડુ અંતર હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube