મુંબઈ : gold price in india અઠવાડિયામાં સતત બીજા દિવસે સોનાની કિંમત (Gold Prices Today)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓછી માંગ અને ડોલરની સરખામણીમાં રૂપિયો મજબુત બનવાને કારણે મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 95 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. સોનાની જેમ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 128 રૂપિયો ઘટાડો થયો છે. ખાસ વાત તો એ છે કે સોનાની ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો થયો છે. 5 દિવસમાં 10 ગ્રામ સોનાની કિંમત 750 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bank of Baroda હોમ, ઓટો લોન થઈ સસ્તી, વિગતો જાણવા કરો ક્લિક


મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનાની કિંમત 38,555થી ઘટીને 38,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. સોનાની જેમ ચાંદીમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો છે. એક કિલો ચાંદીની કિંમત 44,607 રૂપિયા પર આવી ગઈ છે. હકીકતમાં ઓદ્યોગિક એકમો અને અન્ય ક્ષેત્રમાં લેવાલી ઘટવાને લીધે ચાંદીની કિંમતમાં આ ઘટાડો જોવા મળ્યો છે. 


UPIથી પેમેન્ટ કરતા હો તો ખાસ વાંચો, નહીંતર વાર નહીં લાગે બેંક એકાઉન્ટ ખાલી થવામાં 


HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલે આપેલી માહિતી પ્રમાણે ઓછી ઘરેલુ માંગ તેમજ રૂપિયામાં મજબુતીના પગલે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. નવા અમેરિકન ટેરિફની સમયસીમા 15 ડિસેમ્બર પહેલાં અમેરિકા અને ચીન વચ્ચે શરૂઆતની ટ્રેડ ડીલની સંભાવનાના પગલે વૈશ્વિક સ્તર પર વેચાવલી જોવા મળી રહી છે જેના કારણે કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...