થોડી સુસ્તી બાદ હવે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. લગ્નગાળો શરૂ થતા જ શરાફા બજારમાં ખરીદી વધવાથી બુલિયન્સની કિંમતો પણ એકવાર ફરીથી ચડી ગઈ છે. વાયદા બજારમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ તેની પાછળ ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ આવવી એ કારણ છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો  ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 732 રૂપિયા ઉછળીને 75,540 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 74,808 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 1,554 રૂપિયા ઉછળીને 90,843 રૂપિયાની સપાટીએ પહોંચી છે જે કાલે 89,289 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



ડોલર ઈન્ડેક્સમાં તેજી અટકવાથી કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 40 ડોલરની છલાંગ લગાવીને 2615 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચ્યું હતું જ્યારે ચાંદી અઢી ટકા મજબૂત થઈ હતી. કાલે ઘરેલુ વાયદા બજારમાં સોનું 1000 રૂપિયા ચડીને 75,000 પર ઉપર તો ચાંદી 2000 રૂપિયાની તેજી સાથે 90,500 પાસે બંધ થઈ હતી. 


બે દિવસમાં સોનાના ભાવમાં હજાર રૂપિયાથી વધુની તેજી આવી છે. MCX પર ભાવ 75 હજાર પાર ટ્રેડ થઈ રહ્યો છે. સોના અને ચાંદીની ચમક વધી છે. આજે સતત બીજા દિવસે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે ભારે ઘટાડા બાદ રિકવરી જોવા મળી રહી છે. MCX પર ચાંદી 91,000 પ્રતિ કિલોગ્રામ ઉપર ગઈ હતી. ડોલરમા ંસુસ્તીથી સોના અને ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ રશિયા-યુક્રેનથી પણ ભાવમાં તેજીનો ટ્રેન્ડ આવ્યો છે. 


ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.