Gold Price Latest: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો વધારો, ગોલ્ડની કિંમત 53 હજારને પાર
ડોલરના મુકાબલે રૂપિયામાં આવતા એક રૂપિયાના ફેરફારથી સોનાની 10 ગ્રામની કિંમતમાં 250-300 રૂપિયાનું અંતર આવે છે. તેવામાં રૂપિયામાં નબળાઈને કારણે સોનાની કિંમતમાં વધારો થાય છે.
નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં તપીને હવે સોનું પણ ચમકવા લાગ્યું છે. ડોલરના મુકાબલે નબળો થતો રૂપિયો અને શેર બજારમાં આવેલાં ભૂકંપને કારણે આજે સોની બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. આજે એટલે કે સોમવારે 24 કેરેટ શુદ્ધ સોનું 1450 રૂપિયા મોંઘુ ખુલ્યું, જ્યારે ચાંદીના ભાવમાં 1989 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે ડોલરના મુકાબલે રૂપિયામાં આવતા એક રૂપિયાના ફેરફારથી સોનાની 10 ગ્રામની કિંમતમાં 250-300 રૂપિયાનું અંતર આવે છે. તેવામાં રૂપિયામાં નબળાઈને કારણે સોનાની કિંમતમાં વધારો થાય છે. શરૂઆતી કારોબારમાં અમેરિકી મુદ્રાના મુકુાબલે રૂપિયો 81 પૈસાના ઘટાડા સાથે 7.98 પર ખુલ્યો હતો.
ઈન્ડિયા બુલિયન એસોસિએશન દ્વારા બુધવારે જાહેર કરાયેલા સ્પોટ રેટ અનુસાર, 24 કેરેટ શુદ્ધ સોનું આજે 53234 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. જો તેના પર 3 ટકા GST ઉમેરવામાં આવે તો તે 54831 રૂપિયાની આસપાસ બેસે છે. તે જ સમયે, ચાંદી પર GST ઉમેર્યા પછી, તે 72017 રૂપિયા પ્રતિ કિલો મળશે. આજે ચાંદી 69920 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી છે.
આ પણ વાંચોઃ સામાન્યને વધુ એક આંચકો, તહેવારોની સીઝનમાં વધ્યા તેલના ભાવ, PM કરી શકે છે સમીક્ષા
મહત્વનું છે કે 24 કેરેટ સોનું 99.99 ટકા શુદ્ધ હોય છે અને તેમાં અન્ય કોઈ ધાતુ હોતી નથી. તેનો કલર ચમકદાર પીળો હોય છે. 24 કેરેટનું સોનું 22 કે 18 કેરેટ સોનાથી વધુ મોંઘુ હોય છે. આ સિવાય 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ સિક્કા તથા બાર બનાવવા અને ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવે છે.
જો 23 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો આજે 53021 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું હતું. તેના પર ત્રણ ટકા જીએસટી લગાવવાથી તેની કિંમત 54611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે.
ધાતુ | લેટેસ્ટ રેટ રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 3 ટકા જીએસટી | બજાર ભાવ |
Gold 999 (24 કેરેટ) | 53234 | 1597.02 | 54,831.02 |
Gold 995 (23 કેરેટ) | 53021 | 1590.63 | 54,611.63 |
Gold 916 (22 કેરેટ) | 48762 | 1462.86 | 50,224.86 |
Gold 750 (18 કેરેટ) | 39926 | 1197.78 | 41,123.78 |
Gold 585 ( 14 કેરેટ) | 31142 | 934.26 | 32,076.26 |
Silver 999 | 69920 | 2097.6 | 72,017.60 |
32076 રૂપિયામાં લાવો 10 ગ્રામ સોનું
હવે 14 કેરેટ સોનાનો ભાવ 31142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જીએસટીની સાથે તે 32076 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પડશે. મહત્વનું છે કે 14 કેરેટ સોનામાં 58.1 ટકા શુદ્ધ સોનું અને બાકી બીજી ધાતુઓનું મિશ્રણ હોય છે. પરંતુ તેનો ભારતમાં વધુ ઉપયોગ થતો નથી.
18 કેરેટ ગોલ્ડના ભાવમાં વધારો
સૌથી વધુ વેચાતા 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 39926 રૂપિયા છે. 3 ટકા જીએસટીની સાથે તે 41123 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં પડશે. મહત્વનું છે કે 18 કેરેટ સોનામાં 75 ટકા ગોલ્ડ અને 25 ટકા અન્ય ધાતુનું મિશ્રણ હોય છે. આ 24 અને 22 કેરેટના મુકાબલે સસ્તુ તથા વધુ મજબૂત હોય છે. તેનો રંગ હળવો પીળો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube