નવી દિલ્હીઃ Gold Price: સોની બજારમાં સોનાની કિંમતોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ગુરૂવારના મુકાબલે શુક્રવારે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 149 રૂપિયા વધીને 46680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તો ચાંદીમાં 306 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોનું માનીએ તો આગામી છ મહિનામાં સોનું 50000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર કરી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ટાઇમ હાઈથી 9574 રૂપિયા સસ્તું છે સોનું
જ્યાં સુધી 23 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો તેની કિંમત હવે 46493 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 42759 અને 18 કેરેટ 35010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે 14 કેરેટનો ભાવ છે 27308 રૂપિયા. જો ઓલ ટાઇમ હાઈ 56254 રૂપિયાથી આજના ભાવની તુલના કરીએ તો સોનું 9574 રૂપિયા સસ્તું છે. તો ચાંદી પાછલા વર્ષથી 13286 રૂપિયા તૂટી 62416 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા  જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. 


આ પણ વાંચોઃ પૈસા કમાવાની સારી તક, આવી રહ્યો છે વધુ એક કંપનીનો IPO, જાણો વિગત


ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે 13 ઓગસ્ટે દેશભરમાં સોના-ચાંદીનો હાજર ભાવ આ પ્રકારે રહ્યો...


ધાતુ 13 ઓગસ્ટનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 12 ઓગસ્ટનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 46680 46531 149
Gold 995 (23 કેરેટ) 46493 46345 148
Gold 916 (22 કેરેટ) 42759 42622 137
Gold 750 (18 કેરેટ) 35010 34898 112
Gold 585 ( 14 કેરેટ) 27308 27221 87
Silver 999 62416 Rs/Kg 62722 Rs/Kg -306 Rs/Kg

સોનામાં રોકાણનો યોગ્ય સમ
નિષ્ણાંતો પ્રમાણે સોનામાં રોકાણનો આ યોગ્ય સમય છે. કેડિયા કોમોડિયાના ડાયરેક્ટર અજય કેડિયા પ્રમાણે જો એક-બે મહિના માટે સોનામાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમે તેનાથી દૂર રહો, પરંતુ દોઢ-બે વર્ષ માટે સોનામાં રોકાણ કરી રહ્યાં છો તો આ સારો સમય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube