પૈસા કમાવાની સારી તક, આવી રહ્યો છે વધુ એક કંપનીનો IPO, જાણો વિગત

જાણકારી પ્રમાણે આઈપીઓમાં 750 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને સાથે હાલના શેરધારકો દ્વારા 850 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે.

પૈસા કમાવાની સારી તક, આવી રહ્યો છે વધુ એક કંપનીનો IPO, જાણો વિગત

નવી દિલ્હીઃ ટ્રાવેલ પ્લેટફોર્મ ઇક્જિગોનું સંચાલન કરનારી ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડ પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO) લાવવાની તૈયારીમાં છે. તેના દ્વારા કંપની 1600 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. તે માટે કંપનીએ મૂડી બજાર નિયમનકાર સેબી પાસે પ્રારંભિક દસ્તાવેજ દાખલ કર્યા છે. આઈપીઓનો ફાયદો રોકાણકારોને મળવાની આશા છે. તેમાં દાવ લગાવી રોકાણકાર મોટો નફો કમાઈ શકે છે. 

750 કરોડ રૂપિયાના નવા શેર
જાણકારી પ્રમાણે આઈપીઓમાં 750 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને સાથે હાલના શેરધારકો દ્વારા 850 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે. ઓએફએસના એક ભાગના રૂપમાં સૈફ પાર્ટનર્સ ઈન્ડિયા 4 એક્જિગોમાં 550 કરોડ રૂપિયાના શેર વેચશે, માઇક્રોમૈક્સ ઈન્ફોર્મેટિક્સ 200 કરોડના શેર વેચશે. 

તો આલોક વાજપેયી અને રજનીશ કુમાર 50-50 કરોડ રૂપિયાના શેર વેચશે. કંપનીમાં આ સમયે સૈફ પાર્ટનર્સની 23.97, માઇક્રોમેક્સની 7.61, આલોક વાજયેપીની 9.18 અને રજનીશ કુમારની 8.79 ટકા ભાગીદારી છે. 

શું હોય છે આઈપીઓ
પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO) દ્વારા કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ થાય છે. તેનો અર્થ છે કે કંપની પોતાના શેર રિટેલ રોકાણકારો માટે જાહેર કરે છે. મતલબ છે કે સામાન્ય રોકાણકારો પણ આઈપીઓમાં દાવ લગાવી કંપનીમાં ભાગીદાર બની શકે છે. ત્યારબાદ કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે. સામાન્ય રીતે શેર બજારમાં લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇઝના મુકાબલે વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news