કોરોના લોકડાઉન: સોનાની કિંમતમાં જોરદાર આગ લાગવાની સંભાવના, જાણો કેટલો વધી શકે છે ભાવ
દેશમાં કોરોના વાયરસ સંકટના લીધે ચારે તરફ ભલે નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું હોય પરંતુ આ સંકટ સમયે તમારી પાસે રાખવામાં આવેલા સોનાની કિંમતમાં જોરદાર વધારો થઇ શકે છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંકટના લીધે ચારે તરફ ભલે નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું હોય પરંતુ આ સંકટ સમયે તમારી પાસે રાખવામાં આવેલા સોનાની કિંમતમાં જોરદાર વધારો થઇ શકે છે. ઇતિહાસમાં પણ જુઓ તો દેશ-દુનિયામાં જ્યારે આર્થિક સંકટ આવ્યું છે તો રોકાણકારો માટે રોકાણ માટે પહેલી પસંદગી સોનું જ હોય છે. બજારના જાણકારોનું માનીએ તો નજીકના ભવિષ્યમાં ભારતમાં અસોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી શકે છે.
50 હજાર પ્રતિ દસ ગ્રામ થઇ શકે છે સોનું
ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું અનુમાન છે કે નજીકના ભવિષ્યમાં ભારતમાં સોનાનો ભાવ 50,00 રૂપિયાથી ઉપર જઇ શકે છે અને આ 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીના સ્તરને અડકી શકે છે. તેમણે કહ્યું કે સોનું સંકટનું સાથી બને છે અને જ્યારે આર્થિક આંકડામાં ઘટાડો આવશે તો સોના પ્રત્યે દરેક રોકાણનું વલણ વધશે.
અક્ષય તૃતિયાથી વેપારીઓને આશા
સોનાના વેપારીઓ દેશમાં કોરોના વાયરસના પ્રકોપ પર લગામ લાગવાની રાહ જોઇ રહ્યા છે, કારણ કે 14 એપ્રિલના રોજ લોકડૌન સમાપ્ત થયા બાદ જ્યારે બજાર ખુલશે તો અક્ષય તૃતિયાની તૈયારીઓ કરી શકશે. દેશમાં સોનાની ખરીદી માટે અક્ષય તૃતિયાને શુભ મૂર્હૂત માનવામાં આએ છે અને દર વર્ષે આ અવસર પર લોકો દાગીનાની ખૂબ ખરીદી કર છે. આ વખતે અક્ષય તૃતિયા 26 એપ્રિલના રોજ છે.
અમેરિકાના નિર્ણયનો ફાયદો સોનાની કિંમતમાં જોવા મળશે
બજારના જાણકારોનું કહેવું છે કે કોરોના સંકટ સામે લડવાના પ્રયાસોમાં અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ સહિત ઘણા દેશોના કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનો સીધો ફાયદો સોનાને મળશે, જેથી આગામી દિવસોમાં પીળી ધાતુમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર