નવી દિલ્હીઃ Gold Price Today: પાછલા વર્ષ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ રોકાણકારોને માત્ર નિરાશ કર્યાં છે. પરંતુ આ દરમિયાન સોનાએ સારૂ વળતર આપ્યું છે. માર્કેટમાં ઉતાર અને ચઢાવ વચ્ચે એક્સપર્ટ્સનો વિશ્વાસ સોના પર યથાવત છે. તેનું માનવું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગોલ્ડનો ભાવ 68,000 રૂપિયાના લેવલ સુધી થઈ શકે છે. એટલે કે વર્તમાન કિંમતથી 20 ટકા સુધી ગોલ્ડનો ભાવ આગામી એક વર્ષ દરમિયાન વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 મહિનામાં 8 હજાર રૂપિયા મોંઘુ થયું સોનું
પાછલા નાણાકીય વર્ષમાં સોનાની કિંમતોમાં 8 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે સોનું 60 હજારી થઈ ગયું છે. પાછલા સપ્તાહે 31 માર્ચે 5 જૂને મેચ્યોર થનાર ગોલ્ડની કિંમતોમાં 295 રૂપિયા કે 0.49 ટકાના ઘટાડા સાથે 59600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


આ પણ વાંચોઃ દર મહિને લાખોની કમાણી! Chat GPT થી માલામાલ થયા લોકો, આ રીતે બનાવે છે પૈસા


સોનાની કિંમતો પર નિષ્ણાંતોનો મત
એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ વાઇસ પ્રેસીડેન્ટ જતીન ત્રિવેદી કહે છે- ઘરેલૂ માર્કેટમાં સોનાની કિંમતોમાં પાછલા વર્ષ દરમિયાન 8000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે સોનાના ભાવ 52,000 થી 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ દરમિયાન નિફ્ટીએ રોકાણકારોને ફ્લેટ રિટર્ન આપ્યું છે. તે કહે છે- ગોલ્ડે એકવાર ફરી ખુદને સાબિત કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ ગોલ્ડ માટે સારૂ દેખાઈ રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં ગોલ્ડની કિંમતોમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. 


એલકેપી સિક્યોરિટીઝ સાથે જોડાયેલા એનાલિસ્ટનું માનવું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગોલ્ડનો ભાવ સરળતાથી 66 હજારથી 68 હજાર સુધીના લેવલ પર જઈ શકે છે. જો માર્કેટનો સ્વભાવ બુલિશ જોવા મળ્યો તો રોકાણકારોને 20 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube