દર મહિને લાખોની કમાણી! Chat GPT થી માલામાલ થયા લોકો, આ રીતે બનાવે છે પૈસા

Chat GPT Earning: ચેટ જીપીટી લોકોને લાખોની કમાણી કરાવી રહ્યું છે, ઘણા લોકોને તેની રીત ખબર નથી પરંતુ આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. 
 

દર મહિને લાખોની કમાણી! Chat GPT થી માલામાલ થયા લોકો, આ રીતે બનાવે છે પૈસા

નવી દિલ્હીઃ Online Earning: ચેટ જીપીટીને સર્ચ એન્જિનના અપગ્રેડ વર્ઝન તરીકે માર્કેટમાં ઉતારવામાં આવ્યું હતું, જેનાથી લોકો વધુમાં વધુ જાણકારી ગણતરીની સેકેન્ડમાં પ્રાપ્ત કરી શકે છે. ચેટ જીપીટી થોડા સમયમાં એટલું પોપ્યુલર બની ગયું કે લોકો એવું માની રહ્યાં હતા કે હવે ગૂગલ પાછળ છુટી જશે અને ચેટ જીપીટી સૌથી શાનદાર સર્ચ એન્જિનની જેમ કામ કરશે. ચેટ જીપીટીની ઝડપથી વધતી આટલી લોકપ્રિયતાની પાછળ એક મોટું કારણ છે, તેનાથી થનારી આવક. ભલે આ તમને મજાક લાગી રહી હોય પરંતુ તેની મદદથી લોકો કઈ રીતે કમાણી કરી રહ્યાં છે તે તમને જણાવી રહ્યાં છીએ. 

વીડિયો બનાવવામાં થઈ રહ્યો છે ઉપયોગ
તમને જણાવી દઈએ કે ચેટ જીપીટી આમ તો કોન્ટેન્ટ જનરેટ કરવા માટે  ઉપયોગ કરવામાં આવે છે પરંતુ લોકોએ તેમાંથી કમાણી કરવાની વધુ એક રીત કાઢી છે. હકીકતમાં યૂટ્યૂબ પર ક્રિએટર્સ જ્યારે પણ વીડિયો બનાવવા ઈચ્છે છે તો તેના માટે પહેલા કન્ટેન્ટ તૈયાર કરવું પડે છે અને પછી કોઈ વ્યક્તિ તે કન્ટેન્ટને વાંચે છે કે પછી એન્કરિંગ કરે છે અને વીડિયોને યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવે છે. આ રીતે યૂટ્યૂબથી વીડિયો બનાવવામાં વધુ સમય લાગે છે પરંતુ ચેટ જીપીટી આવ્યા બાદ આ સમય ઘટીને ઓછો થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ સોનાના ઘરેણા છે તો આ અપડેટને અવગણશો નહીં, જૂન પછી નહીં વેચી શકો આ ઘરેણાં..

લોકો હવે કન્ટેન્ટ જનરેટ કરવા માટે ચેટ GPT નો ઉપયોગ કરી રહ્યા છે અને પછી જ્યારે કન્ટેન્ટ જનરેટ થાય છે, ત્યારે તેઓ તેને અમુક AI સોફ્ટવેર પર અપલોડ કરે છે અને AI વૉઇસ અથવા AI એન્કર આ કન્ટેન્ટ વાંચે છે. આવી સ્થિતિમાં, થોડી મિનિટોની મહેનત પછી, એક સરસ વીડિઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં, ફોટા અને વિડિઓઝને મર્જ કર્યા પછી, સર્જકોને એક જ વારમાં બધું મળી જાય છે. આ રીતે, YouTube પર સક્રિય લોકો શ્રેષ્ઠ રીતે દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news