નવી દિલ્હીઃ Gold-Silver Price: સોના અને ચાંદીની કિંમતમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોલ્ડની કિંમતમાં તેજીની સાથે આ વર્ષે રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ડિસેમ્બરના 20 દિવસમાં સોનું 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ અને ચાંદી આશરે 6300 રૂપિયા વધી છે. આ પહેલા નવેમ્બરમાં પણ સોનાનો ભાવ 2600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં 5000 રૂપિયાથી વધુનો વધારો થયો હતો. આવનારા દિવસોમાં સોનું 56 હજાર પાર અને ચાંદી 80 હજાર રૂપિયા સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરૂવારના કારોબાર દરમિયાન મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઘટાડો અને સોની બજારમાં તેજી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 હજાર નજીક પહોંચી ચાંદી
MCX પર એક દિવસ પહેલા તેજીનો સિલસિલો જોવા મળ્યો હતો અને ચાંદી 70 હજારની નજીક પહોંચી ગઈ હતી. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર ગુરૂવારે બપોરે 2.30 કલાકે સોનું 46 રૂપિયાના ઘટાડા સાથે 55025 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 419 રૂપિયા તૂટી 6920 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. આ પહેલા સેશનમાં ચાંદી 69709 રૂપિયા અને સોનું 55071 રૂપિયા પર બંધ થયું હતું. આ વર્ષ 2022માં સોના-ચાંદીનું રેકોર્ડ લેવલ છે. આ પહેલા ઓગસ્ટ 2020માં સોનાએ 56200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો.


આ પણ વાંચોઃ લો બોલો! ગુજરાતમાં હવે પાપડ-ભૂંગળા કડક! 18% GST લગાવાયો, કિલોદીઠ કેટલા વધારો થશે?


55 હજારને પાર સોનું
સોની બજારમાં ગુરૂવારે પણ તેજી જોવા મળી છે. ઈન્ડિયન બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી ગુરૂવારે જારી કિંતત અનુસાર 24 કેરેટ ગોલ્ડ 63 રૂપિયા વધી 54763 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ચાંદીના ભાવમાં તેજી જોવા મળી અને તે 68229 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ રીતે 23 કેરેટવાળા સોનાનો ભાવ 54544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ 50163 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ્ને 18 કેરેટ 41072 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.


54763 રૂપિયા 24 કેરેટ ગોલ્ડનો આ વર્ષનું રેકોર્ડ લેવલ છે. આ પહેલા ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી અત્યાર સુધીનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે આ રેકોર્ડ તૂટવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube