સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.
નવી દિલ્હી: સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.
રાજમાતાની જન્મ શતાબ્દી પર PM મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો
બજારના જાણકારો મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે દીવાળી સુધીમાં સોનામાં ફરીથી એકવાર તેજી આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું ઓલ ટાઈમ હાઈ જઈ શકે છે.
મોતીલાલ ઓસવાલના એસોશિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યાં મુજબ સોનામાં દર 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. એન્જલ બ્રોકિંગના કમોડિટી અને કરન્સીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ દીવાળી સુધીમાં સોનું ફરીથી 52,500થી 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ બાજુ સોનાના ભાવ એમસીએક્સ પર 55,000 રૂપિયા અને રિટેલ બુલિયનમાં 57,000 રૂપિયા સુધી જઈ શકે છે.
તહેવારોની સીઝન પહેલાં RBI એ આપ્યો ઝટકો, નહીં મળે EMI પર રાહત
સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ સતત સોનામાં રોકાણની સલાહ આપે છે. આ બધા વચ્ચે મોદી સરકારે તહેવારની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદવા માટે અવસર આપ્યો છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રેણી- સાત હેઠળ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube