નવી દિલ્હી: Gold Price Today 14 December 2020: સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. MCX પર ગોલ્ડના ફેબ્રુઆરી વાયદામાં 260 રૂપિયા તૂટીને 49060ની આસપાસ કારોબાર રહ્યો છે. ગોલ્ડમાં ચાર દિવસ દરમિયાન આ ત્રીજો ઘટાડો છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો  જોવા મળ્યો છે. ચાંદીની કિંમતોમાં પણ નરમાઇ જોવા મળી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2021: આ વર્ષે બજેટમાં તમારે શું જોઇએ છે? આવતીકાલથી આ રીતે નાણામંત્રી જણાવશે


સોના-ચાંદીના ભાવમાં નરમાઇ 
શુક્રવારે ગોલ્ડ 213 રૂપિયાની મજબૂતી સાથે બંધ થયું હતું. ઇંટ્રા ડે દરમિયાન સોનું આજે 49054 રૂપિયાના લેવલને અડક્યું. સોનાએ આ વર્ષે 57100ના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. આ મુજબ સોનું પોતાના સૌથી ઉંચા સ્તરથી 7000 રૂપિયાથી વધુ સસ્તું છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. MCX ચાંદીનો માર્ચ વાયદા 380 રૂપિયાની નબળાઇ સાથે 63350 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ગત સેશનમાં ચાંદીમાં ખૂબ સામાન્ય બઢત જોવા મળી હતી. 


કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ
આજથી અમેરિકામાં કોરોના વેક્સીનેશનનું કામ શરૂ થઇ જશે. તેમાં રિસ્ક સેંટીમેટ્સ સુધર્યા છે જેથી સોના-ચાંદીના ભાવ પર દબાણ બન્યું છે. મોટાભાગના એશિયાઇ અને અમેરિકન બજારોમાં તેજી જોવા મળી રહી છે, તેથી પણ ગોલ્ડના ભાવ પર દબાણ છે. 

તમારા શહેરમાં સોના ચાંદીના ભાવ
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ શું ચાલી રહ્યા છે. Goodreturns.in ના અનુસાર


શહેર સોનાનો ભાવ
દિલ્હી 52,550
મુંબઇ 49,260
કલકત્તા 51,540
ચેન્નઇ 50,820

હવે જોઇએ આ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે. Goodreturns.in અનુસાર
1 કિલો ચાંદીનો ભાવ


શહેર ચાંદીનો ભાવ
દિલ્હી 63600
મુંબઇ  63600
કલકત્તા 63600
ચેન્નઇ 67400

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube