Budget 2021: આ વર્ષે બજેટમાં તમારે શું જોઇએ છે? આવતીકાલથી આ રીતે નાણામંત્રી જણાવશે
Trending Photos
નવી દિલ્હી: દર વર્ષ દેશને સામાન્ય બજેટ (general budget)પાસેથી લોકોને ઘણી આશાઓ હોય છે. નોકરિયાત લોકોને ટેક્સ સ્લેબ (income tax slabs) વધારીને વધુ છૂટ મળે તેવી આશા હોય છે. તો બીજી તરફ ઇંડસ્ટૃઈને ટેક્સમાં ઘટાડા (tax cuts) ની આશા હોય છે. પરંતુ આ બજેટ બનવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. બજેટને તૈયાર કરવા માટે દર વર્ષે નાણામંત્રી દેશના દરેક વર્ગના પ્રતિનિધિઓ સાથે વાત કરે છે અને તેમની જરૂરિયાતોને સમજે છે ત્યારબાદ બજેટમાં તેમના માટે યોજનાઓની જોગવાઇ કરવામાં આવે છે.
નાણામંત્રી આજથી કરશે શરૂઆત
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આગામી બજેટની તૈયારીના મુદ્દે સોમવારે અલગ-અલગ ઉદ્યોગ સંગઠનો, વિશેષજ્ઞો અને અલગ અલગ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે પ્રી બજેટ કંસલ્ટેશન મીટિંગ શરૂ કરશે. આ બેઠક વર્ચુઅલી થશે. નાણામંત્રી 14 ડિસેમ્બરના રોજ દેશન ટોપ ઇંડસ્ટ્રલિસ્ટો સાથે બજેટ પહેલાં વાતચીત કરશે અને તેમની જરૂરિયાતોને સમજશે. નાણામંત્રાલયે રવિવારે એક ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.
Finance Minister Smt @nsitharaman will start her Pre- Budget consultations with different stakeholder Groups from tomorrow,14th Dec 2020 in New Delhi in connection with the forthcoming General Budget 2021-22. The meetings will be held virtually. (1/2)@nsitharamanoffc @PIB_India
— Ministry of Finance (@FinMinIndia) December 13, 2020
કોરોનાને જોતા લીધો આ નિર્ણય
આ પહેલાં નાણા મંત્રીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં નિર્ણય કર્યો હતો કે તે આગામી બજેટની તૈયારીના મુદ્દે અલગ અલગ ઉદ્યોગ સંગઠનો અને વિશેષજ્ઞો પાસેથી ઇમેલ દ્વારા પ્રતિભાવ મંગાવશે. નાણા મંત્રાલય સામાન્ય બજેટ 2021-22 પર મંતવ્યો લેવા માટે ઇમેલ આઇડી બનાવશે. કોરોના મહામારીના લીધે મંત્રાલયે આ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત સરકરે માયગોવ પોર્ટલ ('MyGov' portal) ને પણ સામાન્ય બજેટ પર મંતવ્યો લેવા માટે મંચ ઉપલબ્ધ કરાવ્યું હતું.
અલગ અલગ સંગઠનો પાસેથી માંગ્યા મંતવ્યો
નાણા મંત્રાલયે વાર્ષિક બજેટ પહેલાં નોર્થ બ્લોકમાં ઉદ્યોગ સંધો, વેપારી સંગઠનો અને વિશેષજ્ઞો સાથે વિચાર-વિમર્શ કરે છે. મંત્રાલયે કહ્યું કે વાર્ષિક બજેટ 2021-22 માટે વિચાર વિમર્શની પ્રક્રિયામાં ભાગીદારી વધારવા તથા તેનાથી વધુ લોકતાંત્રિક બનાવવા માટે સરકારે માઇગોવ પ્લેટફોર્મ પર શરૂ કર્યું હતું. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે