નવી દિલ્હીઃ Gold Price Today: ભારતીય સોની બજારમાં મંગળવારે સોના-ચાંદીના (Sone-Chandi Ke Daam) ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે 18 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં  (Silver Price Today) ઘટાડો તયો છે, તો સોનાના ભાવમાં (Gold price today) કોઈ ફેરફાર થયો નથી. દસ ગ્રામ સોનાની  (10 gms Gold Price) કિંમત 48142 રૂપિયા છે, જ્યારે એક કિલો ચાંદી 61759 રૂપિયાથી ઘટીને 61,668 રૂપિયા થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ટાઈણ હાઈથી 7 હજાર સસ્તું મળી રહ્યું છે સોનું
હવે 24 કેરેટ શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 56126 રૂપિયાથી 7984 રૂપિયા સસ્તું છે. તો ચાંદી પાછલા વર્ષના ઉચ્ચ રેટ 76004 રૂપિયાના લેવલથી 14,336 રૂપિયા પ્રતિ કિલો સસ્તી છે. તેવામાં જો કોઈ વ્યક્તિ સોના-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યો છે તો આ તકનો લાભ ઉઠાવી શકે છે. 


જાણો આજે ક્યા ભાવે મળી રહ્યું છે સોનું
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન દ્વારા જાહેર રેટ પ્રમાણે આજે મંગળવાર (18 જાન્યુઆરી) ના 24 કેરેટ 999 પ્યોરિટીવાળું સોનું 48142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર મળી રહ્યું છે. તો 995 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું 47949 રૂપિયા, 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 44098 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 36107 રૂપિયા થઈ ગયું છે. 585 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાની કિંમત 28163 રૂપિયા થઈ ગઈ છે. 


14 થી 24 કેરેટ ગોલ્ડનો નવો ભાવ


ધાતુ અને તેની શુદ્ધતા  17 જાન્યુઆરીનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 18 જાન્યુઆરીનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)  ભાવમાં ફેરફાર 
Gold 999 (24 કેરેટ) 48144 48144 કોઈ ફેરફાર નહીં
Gold 995 (23 કેરેટ) 47951 47951 કોઈ ફેરફાર નહીં
Gold 916 (22 કેરેટ) 43571 43571 કોઈ ફેરફાર નહીં
Gold 750 (18 કેરેટ) 36108 36108 કોઈ ફેરફાર નહીં
Gold 585 ( 14 કેરેટ) 28164 28164 કોઈ ફેરફાર નહીં
Silver 999 61759 Rs/Kg 61668 Rs/Kg 91 Rs/Kg

IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ટ
મહત્વનું છે કે IBJA દ્વારા જારી રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છેય સોના-ચાંદીના હાજર ભાવ અલગ-અલગ જગ્યા પર અલગ હોઈ શકે છે પરંતુ તેમાં થોડું અંતર હોય છે.


આ પણ વાંચોઃ Tata Group નો આ ઓટો શેર 1 વર્ષમાં કરાવશે મોટી કમાણી! રાકેશ ઝુનઝુનવાલાએ પણ કર્યું છે રોકાણ


આ રીતે કરો શુદ્ધતાની ઓળખ
24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
21 કેરેટ સોનાની ઓળખ માટે 875 લખેલું હશે.
18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હોય છે.
14 કેરેટ જ્વેલરી પર 585 લખેલું હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube