નવી દિલ્હી: જો તમે ગત કેટલાક અઠવાડિયાથી સોનામાં રોકાણ કર્યું છે તો તમે આજે નફો રળી શકો છો. સોના અને ચાંદીમાં ચમક પરત ફરી છે. (gold price today) સોમવારે સવારે લગબહ્ગ 10.00 વાગે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર લગભગ 520.00 રૂપિયાની તેજી સાથે 50824.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. તો ચાંદી 2,296.00 રૂપિયાની તેજી સાથે 70203.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

73 રૂપિયામાં વેચાઇ 2 બિલિયન ડોલરની કંપની, આ રીતે અર્શથી ફર્શ પર પહોંચ્યા ટાયકૂન BR Shetty


દિલ્હીમાં આ છે સોનાનો ભાવ
સોની બજારમાં સોનું (Gold Price Rise) આ અઠવાડિયે 1000 રૂપિયા મોંઘું થયું છે. સોમવારે સવારે સોનાની કિંમત 48,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (Gold Price in delhi)ના લગભગ હતી, જે કારોબારી અઠવાડિયાના અંતિમ દિવસ શુક્રવાર સુધી સોનું 1000 રૂપિયા વધીને  49,600 રૂપિયા 10 ગ્રામ થઇ ગયું છે. તો ચાંદી (Silver Price Rise) નો ભાવ સોમવારે 62,700 રૂપિયાની આસપાસ હતો. જે કારોબારી અઠવાડિયાના અંતિમ દિવસ સુધી શુક્રવારે ચાંદીની કિંમત 4100 રૂપિયા વધીને 66,800 રૂપિયા (Silver Price Today) થઇ ગઇ છે. 

Alert! WhatsApp પર આ મેસેજ આવે તો થઇ જજો સાવધાન! નહીતર ખાલી થઇ જશે Bank Account


2021માં સોના ભાવમાં રહશે સુસ્તી
2021માં સોનાના ભાવમાં સુસ્તી રહી શકે છે. કોરોના વેક્સીનના સમાચાર આવ્યા બાદ સોના ભાવમાં ઘટાડો આવવાનું શરૂ થયું છે. એટલા માટે કે અત્યારે શેર બજાર દરરોજ નવી ઉંચાઇને અડકી રહ્યું છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનીએ તો આગામી સમયમાં પણ સોના પર દબાણ રહેશે, જેના લીધે તેના ભાવમાં ખૂબ વધારાની સંભાવના નથી. 

ફક્ત 48 હજારના ડાઉન પેમેન્ટ પર મળી રહી છે Maruti ની આ કાર, આટલો હશે EMI


42000 રૂપિયા સુધી ઘટી શકે છે ભાવ
સોના ભાવમાં હાલ તેજીની કોઇ આશા કે સેંટીમેન્ટ નથી. એક્સપર્ટ જણાવી રહ્યા છે કે ફેબ્રુઆરી 2021 સુધી ગોલ્ડનો ભાવ 42,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી શકે છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. સોનું ઓગસ્ટ મહિનામાં 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો. આ સોનાનું સૌથી ઉચ્ચતમ સ્તર હતું. 
 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube