Alert! WhatsApp પર આ મેસેજ આવે તો થઇ જજો સાવધાન! નહીતર ખાલી થઇ જશે Bank Account

તમે ઘરેબેઠા પોતાના મોબાઇલ વડે પાર્ટ ટાઇમ જોબ (Part Time Job)કરીને પૈસા કમાઇ શકો છો. આ જોબમાં રોજ ફક્ત 10-30 મિનિટનું કામ કરીને 200થી 3 હજાર રૂપિયા કમાઇ શકો છો.

Alert! WhatsApp પર આ મેસેજ આવે તો થઇ જજો સાવધાન! નહીતર ખાલી થઇ જશે Bank Account

નવી દિલ્હી: WhatsApp હાલ પોતાની લાઇફને જેટલી સરળ બનાવી રહ્યું છે એટલું જ ખતરનાક પણ થઇ શકે છે. બેકિંગથી લઇને પેમેન્ટ સુધીના ફીચર્સ WhatsAppમાં આવ્યા પછી આ એપ વધુ સેંસેટિવ થઇ ગઇ છે. એટલા માટે કે હવે તમારું WhatsApp પણ હેકર્સના નિશાના પર છે. આજે અમે તમને ખાસ મેસેજથી સાવધાન કરવા માંગીએ છીએ. જેના લઇને લાપરવાહી તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. 

અમારી સહયોગી વેબસાઇટ  India.comના અનુસાર સાઇબર ક્રિમિનલ WhatsApp દ્વારા લોકોને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા WhatsApp પર પાર્ટ ટાઇમ જોબની ઓફર મોકલવામાં આવે છે. તેમાં ફસાવવા માટે કહેવામાં આવે છે કે તમે ઘરેબેઠા પોતાના મોબાઇલ વડે પાર્ટ ટાઇમ જોબ (Part Time Job)કરીને પૈસા કમાઇ શકો છો. આ જોબમાં રોજ ફક્ત 10-30 મિનિટનું કામ કરીને 200થી 3 હજાર રૂપિયા કમાઇ શકો છો. નવા યૂઝર્સને 50 રૂપિયાનું બોનસ પણ મળશે. મેસેજમાં નીચે લીંક આપવામાં આવી છે, તેના પર ક્લિક કરીને જોઇન કરવા માટે કહેવામાં આવે છે. આ ક્લિક કરતાં જ તમે છેતરપિંડીનો શિકાર થઇ શકો છો. 

મેસેજ મળે તો શું કરશો?
જો તમે વોટ્સઅપ પર અથવા કોઇ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર આ પ્રકારનો મેસેજ મળે છે, તો જે નંબર પરથી મેસેજ આવ્યો છે તેને તાત્કાલિક બ્લોક કરી દો. સાથે જ તે મેસેજને ડિલીટ કરી દો. જેથી ભૂલથી તેમાં આપેલી લીંક પર ક્લિક ન થઇ જાય. છેતરપિંડીવાળી પાર્ટ ટાઇમ જોબનો મેસેજ મોટાભાગે +212 કોડવાળા નંબર પરથી આવી રહ્યો છે. આ મેસેજ અલગ-અલગ નંબર્સ પરથી મોકલવામાં આવી રહ્યા છે. જો ભારતના કોડ +91 નંબરથી મેસેજ આવે છે, તો તેને પણ ઇગ્નોર કરો. ક્યારેક ક્યારેક મોટી કંપનીઓના નામથી પણ આવા મેસેજ મોકલે છે, જેથી તમારે સાવધાન રહેવું જોઇએ. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ફ્રીમાં કંઇ પણ મળતું નથી. એવામાં જો કોઇ મેસેજ મિનિટોમાં હજારો કમાવવાનો દાવો કરી રહ્યો છે, તો તેને નંજર અંદાજ કરવો જ હિતમાં રહેશે. 

કેવી રીતે છે છેતરપિંડી?
છેતરપિંડીવાળા મેસેજમાં સામેલ લીંક સામાન્ય રીતે મૈલવેયર (એક પ્રકારનો વાયરસ) હોય છે. લિંક પર ક્લિક કરતાં જ આ મૈલવેયર  (Malware) યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. આ યૂઝર્સપાસેથી તેમના એટીએમ પિન, કાર્ડ નંબર જેવી અન્ય ફાઇનાન્શિયલ ડીટેલ્સ અથવા પર્સનલ ડીટેલ માંગે છે. પછી ગેરકાયદેસર રીતે આ ડેટાનો યૂઝ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news