નવી દિલ્હી: Gold Price Today 24 December 2020: આજે ગુરૂવારે MCX પર સોનામાં સામાન્ય ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે. સોનું એક નાનકડી રેંજમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યું છે. જોકે ભાવ હજુ પણ 50,000 રૂપિયાની ઉપર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ભાવમાં સુસ્તી કેમ? 
અમેરિકામાં જોબ ક્લેમના આંકડામાં સુધારો અને  Brexit ડીલને લઇને વધતી જતી આશાઓને લીધે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. ટ્રેડર્સની સોનામાં મુનાફાવસૂલીથી સોનાના ભાવમાં ઘટાડો છે. જોકે સામાન્ય ઘટાડા છતાં સોનું ફેબ્રુઆરી વાયદા 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ટકેલું છે. કાલે સોનું 50, 149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તમને જણાવી દઇએ કે સોનાએ આ વર્ષે 57100ના ઉચ્ચત્તમ સ્તરને પણ અડક્યું હતું. આ મુજબ સોનું સૌથી ઉંચા સ્તર પરથી 7000 રૂપિયાથી વધુ સસ્તું છે. 

આ રહ્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો એક ક્લીક પર 


MCX પર ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદીના વાયદામાં થોડા ઉતાર ચઢાવ સાથે કારોબાર કરી રહી છે. હાલ ચાંદીમાં 90 રૂપિયા પ્રતિ કિલોની તેજી જોવા મળી છે. આ 67500 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર કારોબાર કરી રહી છે. કાલે ચાંદી 67,576 રૂપિયા પર બંધ થઇ હતી. આ લેવલ આજે પણ કારોબાર થતો જોવા મળ્યો છે. 

DL અને RCને તાત્કાલિક કરાવો રિન્યૂ, નહીતર 500 રૂપિયાનો ભરવો પડશે દંડ


તમારા શહેરમાં સોના ચાંદીના ભાવ
આવો એક નજર કરી ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટના સોનાનો ભાવ શું છે. Goodreturns.in ના અનુસાર


10 ગ્રામ સોનાનો ભાવ


શહેર સોનાનો ભાવ
દિલ્હી 53190
મુંબઇ 49,780
કોલકત્તા 52,100
ચેન્નઇ 51,430

હવે જોઇએ આ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે. Goodreturns.in ના અનુસાર
1 કિલો ચાંદીનો ભાવ


શહેર  ચાંદીનો ભાવ
દિલ્હી 66600
મુંબઇ 66600
કોલકત્તા 66600
ચેન્નઇ 70900

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube