Petrol Price Today 24 December 2020 Updates: સતત 17માં દિવસે પણ નથી વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ
8 ડિસેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી થયો. જેનાથી લોકોને હાલ થોડી રાહત છે. જોકે, અત્યારે પણ જે ભાવ છે તે 2 વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે.
- જાણો કેવી રીતી નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
- તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો ભાવ SMSથી જાણો
- રોજ કેટલાં વાગે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
Trending Photos
નવી દિલ્લીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત 17માં દિવસે પણ કોઈ ફેરફાર નથી થયો. આના પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 6 દિવસ સુધી વધ્યાં હતાં. આજે તેલ માર્કેટિંગ કંપનીયોએ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.
આનાથી પહેલાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત 48 દિવસો સુધી નહોંતી બદલાઈ. ત્યાર પછી 20 નવેમ્બરથી ભાવ વધારાની શરૂઆત થઈ. એ દરમિયાન 17 વખત ભાવમાં વધારો થયો. તમને જણાવી દઈએકે, માર્ચ પછી પહેલીવાર સપ્ટેમ્બરમાં ડીઝલના ભાવમાં કાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે તેલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસો સુધી ભાવમાં ફેરફાર નહોંતો કર્યો. તેમને વધેલી રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને તેલના ગગડી રહેલાં ભાવ સાથે એડજસ્ટ કરવાની હતી.
જોકે, 20 નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 વાર વધારો કર્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ 17 દિવસો દરમિયાન 2.65 રૂપિયા પ્રતિ લીટર વધી હતી. જ્યારે ડીઝલનો ભાવ 3.40 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ આ સ્તર પર સપ્ટેબર 2018માં ગયા હતા.
આજે સતત 17માં દિવસે પણ દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 90.34 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 85.19 રૂપિયા પ્રતિ લીટર છો. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 86.51 રૂપિયા પ્રતિ લીટર છે. આજ રીતે ડીઝલના ભાવ પણ કાલે જે હતા એજ મુજબ છે.
4 મેટ્રો શહેરોમાં પેટ્રોલનો ભાવ
શહેર આજનો ભાવ
દિલ્લી 83.71
મુંબઈ 90.34
કોલકાતા 85.19
ચેન્નઈ 86.51
4 મેટ્રો શહેરોમાં ડીઝલનો ભાવ
શહેર આજનો ભાવ
દિલ્લી 73.87
મુંબઈ 80.51
કોલકાતા 77.44
ચેન્નઈ 79.21
જાતે જાણો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ
તમે SMSના માધ્યમથી પણ પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જાતે જાણી શકો છો. ઈંડિયન ઓઈલે આપને આ સુવિધા આપેલી છે. તમે તમારા મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો કરંટ ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ હોય છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે.
કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ
નિયમિત રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય છે અને નવી કિંમત લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને બાકી ઘણી બધી વસ્તુઓ જોડ્યા પછી તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે