Gold Price Today: સોનામાં ભારે ઘટાડો, સોની બજારમાં ભાવ 450 રૂપિયા ઘટ્યા, ચાંદી પણ તૂટી
સોનાના ભાવમાં ગત અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે આ અઠવાડીયે પણ જોવા મળી રહ્યો છે. MCX પર સોનું છેલ્લા ચાર ટ્રેડિંગથી નબળું રહ્યું છે. સોના કરતા વધારે નબળાઈ ચાંદીમાં પણ જોવા મળી રહી છે
Gold Price Today: સોનાના ભાવમાં ગત અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે આ અઠવાડીયે પણ જોવા મળી રહ્યો છે. MCX પર સોનું છેલ્લા ચાર ટ્રેડિંગથી નબળું રહ્યું છે. સોના કરતા વધારે નબળાઈ ચાંદીમાં પણ જોવા મળી રહી છે.
MCX Gold: સોમવારના MCX પર સોનાના જૂન વાયદામાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા. ઈન્ટ્રા ડેમાં સોનું 47650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું અને 47250 સુધી તૂટ્યુ પણ. જો કે, અંતમાં તે એકદમ ફ્લેટ થઈ બંધ થયું. આજે પણ MCX પર સોનાનો જૂન વાયદો ઘટાડા સાથે વેપાર કરતો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું આ સમયે 47420 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યું છે. આ આખા મહિનાની વાત કરીએ તો સોનું અત્યાર સુધીમાં 2800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે.
ગત અઠવાડિયે સોનાની ચાલ (19-23 એપ્રિલ)
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 47,393 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 47,857 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 48,228 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 47,772 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 47,532 / પ્રતિ 10 ગ્રામ |
સોનાની ચાલ (12-16 એપ્રિલ)
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 46,419 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 46,975 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 46,608 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 47,175 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 47,353 / પ્રતિ 10 ગ્રામ |
સોનાની ચાલ (5-9 એપ્રિલ)
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 44,598 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 45,919 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 46,362 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 46,838 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 46,593 / પ્રતિ 10 ગ્રામ |
સોનું હાઈ સપાટીથી લગભગ 8770 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના સંકટને લીધે લોકોએ સોનામાં ભારે રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ સૌથી વધુ 56191 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ગતવર્ષે સોનાએ 43 ટકા વળતર આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તરની તુલના કરવામાં આવે તો, સોનું 25 ટકા તૂટી ગયું છે, સોનું MCX પર 10 ગ્રામ દીઠ 47,420 રૂપિયાના સ્તરે છે, જે હજી પણ 8770 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
MCX Silver: જ્યાં સુધી ચાંદીની વાત છે તો ચાંદીનો મે વાયદો પણ સોમવારના ઘણો ઉતાર ચઢાવ સાથે ફ્લેટ બંધ થયો. MCX પર ચાંદી મે વાયદાની આજે નબળી શરૂઆથ છે. ચાંદી 68,600 ની આસપાસ ટ્રેડ કરી રહી છે.
ગત અઠવાડિયે ચાંદીની ચાલ (19-23 એપ્રિલ)
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 68,324 / કિલો |
મંગળવાર | 68,745 / કિલો |
બુધવાર | 70,338 / કિલો |
ગુરૂવાર | 69,218 / કિલો |
શુક્રવાર | 68,674 / કિલો |
ચાંદીની ચાલ (12-16 એપ્રિલ)
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 66,128 / કિલો |
મંગળવાર | 67,656 / કિલો |
બુધવાર | 67,638 / કિલો |
ગુરૂવાર | 68,540 / કિલો |
શુક્રવાર | 68,684 / કિલો |
ચાંદીની ચાલ (5-9 એપ્રિલ)
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 64,562 / કિલો |
મંગળવાર | 65,897 / કિલો |
બુધવાર | 66,191 / કિલો |
ગુરૂવાર | 67,501 / કિલો |
શુક્રવાર | 66,983 / કિલો |
ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 11,380 રૂપિયા સસ્તી
ચાંદીનું ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબે, ચાંદી પણ તેના ઉચ્ચતમ સ્તર કરતા 11,380 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો મે વાયદો 68600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube