નવી દિલ્હીઃ ભારતમાં સોનાની કિંમતોમાં વર્તમાનમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા એમસીએક્સ પર આજે સોનાની વાયદા કિંમત 0.3 ટકા વધી પાંચ મહિનાના ઉચ્ચ સ્તર 54006 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. ચાંદી વાયદા 0.8 ટકા વધી 66970 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અત્યારે એમસીએક્સ પર સોનું વાયદા 53780 પર કારોબાર કરી રહ્યું છે. તો ચાંદી વાયદા 65660 પર ટ્રેડ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે વૈશ્વિક બજારોમાં સોનું પાંચ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું. તેજીથી વધતા હાજર સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની પાર પહોંચી ગયું હતું. તેને અમેરિકી ડોલરમાં ઘટાડાનું સમર્થન પણ મળ્યું. ચીન સોનાનો સૌથી મોટો ખરીદદાર છે અને કોરોના પ્રતિબંધ ઓછા થવાને કારણે ત્યાં સોનાની માંગ વધી ગઈ છે. 


આજે શું છે સોનાનો ભાવ
બુધવારે ડોલર નબળો થવાને કારણે સોનાની કિંમતોમાં તેજી આવી, પરંતુ ગોલ્ડ માર્કેટમાં અપેક્ષાકૃત સીમિત માત્રામાં કારોબાર થયો કારણ કે રોકાણકારોએ અમેરિકી ફેડરલ રિઝર્વ દરોમાં વધારાની ગતિનો અંદાજ લગાવવાનો પ્રયાસ કર્યો. 


ભારતમાં સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળ્યું, જ્યારે ચાંદીમાં પણ વધારો રહ્યો હતો. બજાર ખુલતા આજે એમસીએક્સ પર સોનું વાયદા 0.17 ટકા કે 93 રૂપિયા વધી 53853 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. ફુગાવા અને અન્ય અનિશ્ચિતતાઓ સામે બચાવ તરીકે ઊંચા વ્યાજ દરોએ આ વર્ષે સોનાની કિંમત પર દબાણ કર્યું છે.


આ પણ વાંચોઃ તમામ પ્રકારની લોન થશે મોંઘી, RBI એ રેપો રેટમાં કર્યો 0.35 ટકાનો વધારો


ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે હાજર બજારમાં મંગળવારે સૌથી વધુ શુદ્ધ સોનું 53629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું, જ્યારે ચાંદીની કિંમત 64648 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. છેલ્લા બે સપ્તાહમાં સોનાની હાજર કિંમતોમાં આશરે 1100 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળ આવ્યો છે, જ્યારે આ સમયમાં ચાંદીની કિંમત 3100 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધુ વધ્યું છે. 


અહીં છે સૌથી સસ્તું સોનું
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે જાણો ક્યા શહેરમાં સોનાની કિંમત કેટલી છે. 


- દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 54150 રૂપિયા છે.
- મુંબઈમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 54000 રૂપિયા છે.
- લખનઉમાં 24 કેરેટ ગ્રામ સોનાનો ભાવ 54150 રૂપિયા છે.
- પટનામાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 54150 રૂપિયા છે.
- જયપુરમાં 24 કેરેટનો 10 ગ્રામ સોનાનો ભાવ 54050 રૂપિયા છે. 
- કોલકત્તામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54000 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube