Repo Rate Increased: તમામ પ્રકારની લોન થશે મોંઘી, RBI એ રેપો રેટમાં કર્યો 0.35 ટકાનો વધારો
RBI Repo Rate Increased: આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે કારણ કે RBI દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ EMI ચૂકવવો પડશે.
Trending Photos
RBI Increased Repo Rate: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી આ વર્ષે સતત પાંચમીવાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. RBI એ રેપો રેટમાં 0.35 ટકાના વધારાની જાહેરાત કરી છે. RBI ના જણાવ્યાં મુજબ હવે રેપો રેટ 5.90થી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણય બાદ હવે હોમ લોન સહિત તમામ પ્રકારના લોન મોંઘા થશે. MPC ની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે નીતિગત દરો વધારવાની જાહેરાત કરી.
આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે કારણ કે RBI દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ EMI ચૂકવવો પડશે.
રેપોરેટમાં વધારા અંગે પહેલેથી જ અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી હતી કે RBI મોંઘવારીમાં રાહત છતાં નીતિગત દરોમાં 25થી 35 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરી શકે છે. નોંધનીય છે કે લાંબા સમયથી દેશમાં મોંઘવારી ઉચ્ચ સ્તરે બની હતી પરંતુ ગત ઓક્ટોબર મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વધુ માહિતી માટે જુઓ વીડિયો...
અત્યાર સુધીમાં રેપો રેટમાં થયેલો વધારો
રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં વધારાનો સિલસિલો મે 2022 મહિનાથી શરૂ થયો હતો. ત્યારે રેપો રેટમાં 0.40 ટકા વધારો કરાયો હતો. ત્યારબાદ જૂન મહિનામાં પણ વ્યાજદરોમાં 0.50 ટકાનો વધારો થયો. આ સિલસિલો ચાલું રહ્યો અને ઓગસ્ટ મહિનામાં 0.50 ટકાનો વધારો જોવા મળ્યો. સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકા વધ્યો હતો. હવે પાંચમીવાર આ વધારો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે