Gold Rate: સોનું આજે પણ જોરદાર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને ધ્રાસકો પડી જશે, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોનું અને ચાંદી સતત વધી રહ્યા છે. ત્યારે હવે એ ડર સતાવી રહ્યો છે કે સોનું ખરીદવું હવે સપના જેવું ન બની જાય. આજે પણ ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચેક કરી લો સોના અને ચાંદીના આજના ભાવ.
સોના અને ચાંદી અંગે રોકાણકારો અને વેપારીઓ વચ્ચે પોઝિટિવ સેન્ટીમેન્ટ બનેલી છે જેના પગલે ભાવોમાં તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સેન્ટીમેન્ટ પર સોના અને ચાંદી વધારામાં જોવા મળી રહ્યા છે. આગામી અઠવાડિયે અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરોમાં વધુ એક કાપ આવી શકે છે. આ સાથે જ સેન્ટ્રલ બેંકો તરફથી એકવાર ફરીથી ખરીદી થઈ રહી છે. વાયદા બજારમાં આંતરરાષ્ટ્રીય બજારનું ટ્રિગર તો છે જ, ઘરેલુ શરાફા બજારમાં પણ સોનું તેજીમાં જોવા મળી રહ્યું છે.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં સવારે 10 વાગ્યાની આસપાસ સોનામાં 137 રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 78,865 રૂપિયા જોવા મળ્યો હતો જે કાલે 79,002 ના ભાવ પર બંધ થયો હતો. આ દરમિયાન ચાંદી 185 રૂપિયા ઉછળીને ટ્રેડ થતી જોવા મળી જે કાલે 95,802 રૂપિયાના ભાવે બંધ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 497 રૂપિયા ઉછળીને 78,163 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 77,666 પર બંધ થયું હતું. જ્યારે ચાંદીમાં 861 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 93,561 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો જે કાલે 92,700 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
રિટેલ ભાવ પર ફેરવો નજર
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.