નવી દિલ્હીઃ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો છે. રૂપિયાના ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનું 269 રૂપિયાની તેજીની સાથે 45,766 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 45,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ પાછલા કારોબાર  59,074 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી 630 રૂપિયા વધીને 59,704 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 32 પૈસાના ઘટાડા સાથે 74.63 પર ખુલ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1759 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 22.58 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિત રહી. મંગળવારે COMEX માં હાજર સોનાની કિંમતોમાં અડધા ટકાના ઘટાડા સાથે 1,759 ડોલર પ્રતિ ઔંસ પર સોનાની કિંમતોમાં નબળો કારોબાર થયો. 


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ઈન્ફોસિસમાં ફાયદાને પગલે મંગળવારે સેન્સેક્સ 446 પોઈન્ટ વધ્યો હતો. બીએસઈનો 30 શેરોનો સેન્સેક્સ નબળા વલણ સાથે ખુલવા છતાં 445.56 પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારા સાથે 59,744.88 પર સમાપ્ત થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 131.05 પોઇન્ટ અથવા 0.74 ટકા વધીને 17,822.30 પર બંધ થયો.


આ પણ વાંચોઃ મોદી સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદરની કરી જાહેરાત, ચેક કરો વિગત


આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.47 ટકા વધીને 81.64 ડોલર પ્રતિ બેરલ થયું છે. મંગળવારે રૂપિયો 13 પૈસા ઘટીને 74.44 (કામચલાઉ) ની સપાટીએ બંધ રહ્યો હતો.


મંગળવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઈલના ભાવ 21 રૂપિયા ઘટીને 5,804 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયા હતા કારણ કે સહભાગીઓએ હાજર બજારમાં તેમની પોઝિશન ઓફલોડ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube