નવી દિલ્હીઃ સોમવારે સોના અને ચાંદીની કિંમતમાં (Gold and silver price) વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે સોનામાં 250 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે પીળી ધાતુનો ભાવ વધીને 46277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મહત્વનું છે કે આ પહેલા સોનું 46,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે ચાંદી 258 રૂપિયાના વધારા સાથે 66,842 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારમાં ચાંદી 66584 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતીને કારણે ભારતીય સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સોનાની વૈશ્વિક કિંમતોમાં વૃદ્ધિને કારણે ભાવ વધી ગયા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1782 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 26.05 ડોલર પ્રતિ ઔંસ હતો. 


એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલ અનુસાર, સોનાની કિંમતોમાં 15 મહિનામાં સૌથી ખરાબ સાપ્તાહિક ઘટાડા બાદ સોમવારે રિકવરી જોવા મળી છે. ગોલ્ડને અમેરિકી ટ્રેજરી યીલ્ડમાં ઘટાડાનું સમર્થન મળ્યું છે. 


આ પણ વાંચોઃ Sports Car ના ચાહકો થઈ જાવ તૈયાર, સુપરકાર બનાવતી આ દિગ્ગજ કંપની આવી રહી છે ભારતમાં


મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના કોમોડિટી રિસર્ચ નવનીદ દમાણીએ કહ્યુ કે 6 ટકાના ઘટાડા બાદ સોનાની કિંમતોમાં તેજી આવી છે. આ 15 મહિનામાં સૌથી ખરાબ સાપ્તાહિક ઘટાડો હતો. 


સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 308 રૂપિયાના વધારા સાથે 47036 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 


ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જુલાઈ 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 202 રૂપિયાના વધારા સાથે 67800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. આ રીતે સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 216 રૂપિયા વધીને 68865 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube