Gold Price Today: સોનાના ભાવમાં કડાકો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવી કિંમત
Gold Silver Price Today જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. ડિમાન્ડ ઘટવાથી ગોલ્ડના રેટ આજે તૂટ્યા છે. આજે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ Gold Price Today: સટોરિયાઓ દ્વારા પોતાના સોદાના આકારમાં ઘટાડો કરવાથી વાયદા બજારમાં મંગળવારે સોનું 133 રૂપિયા ઘટીને 56080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ ડિલિવરી માટે સોનાના વાયદા 12,324 લોટના કારોબારમાં 133 રૂપિયા કે 0.24 ટકાના ઘટાડા સાથે 56,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું.
બજાર વિશ્લેષકોએ સોનાની કિંમતોમાં ઘટાડાનો શ્રેય કારોબારીઓ દ્વારા પોતાના સોદામાં ઘટાડાને કર્યો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.21 ટકાના ઘટાડા સાથે 1,846.30 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. તો ચાંદી વાયદા ઘટાડા સાથે 65,474 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ.
આ પણ વાંચોઃ EPFO કર્મચારીઓને મોટી ભેટ, હવે વધુ મળશે પેન્શન, જાણો શું છે ગાઈડલાઈન
આજે શું છે સોના ચાંદીની કિંમત (Gold Silver Price Today)
મંગળવારે ચાંદીનો વાયદો ભાવ રૂ. 275 ઘટી રૂ. 65,474 પ્રતિ કિલોગ્રામ થયો હતો કારણ કે ટ્રેડર્સે પોઝિશન ઘટાડી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, માર્ચમાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ. 275 અથવા 0.42 ટકા ઘટીને રૂ. 65,474 પ્રતિ કિલોગ્રામ પર 13,461 લોટમાં વેપાર થયો હતો. જો વિશ્વ બજારોની વાત કરીએ તો ન્યુયોર્કમાં ચાંદીનો ભાવ 0.04 ટકા વધીને 21.87 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.
ચેક કરો તમારા શહેરમાં શું છે નવો ભાવ
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે સોની બજારમાં સોનાની કિંમતો આ પ્રકારે છે.
આ પણ વાંચોઃ Investment Tips: આ રીતે લોકો બને છે કરોડપતિ, આ છે 15*15*15 ની જાદુઈ ફોર્મ્યુલા
દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 56,880 રૂપિયા છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ.56,880માં રૂપિયા છે.
પટનામાં સોનાની કિંમત 24 કેરેટ સોનું 10 ગ્રામ માટે રૂ.56,780 છે.
કોલકાતામાં સોનાની કિંમત24 કેરેટ 10 ગ્રામ માટે રૂ.56,730 છે.
મુંબઈમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 56,830માં વેચાઈ રહ્યું છે.
બેંગ્લોરમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 56,780.
હૈદરાબાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 56,730 રૂપિયા છે.
ચંદીગઢમાં સોનાનો ભાવ રૂ.56,880 છે.
લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે રૂ.56,880 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube