Gold Price Today: સોના અને ચાંદીમાં રોકાણ કરવાની તક, આજે ભાવમાં થયો ઘટાડો
ભારતમાં બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
નવી દિલ્હીઃ બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર ધાતુઓની કિંમતોમાં ઘટાડાને અનુરૂપ 30 જૂને સોનાની કિંમત 264 રૂપિયા ઘટી 45,783 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારમાં સોનું 46,047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીમાં આજે 60 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ચાંદીનો ભાવ 67,472 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે. પાછલા કારોબારમાં ચાંદી 67,532 પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1755 ડોલર પ્રતિ ઔંસ પર નીચે જ્યારે ચાંદી 25.80 ડોલર પ્રતિ ઔંસ સાથે લગભગ સપાટ ચાલી રહી હતી.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ- બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો. ડોલરના મજબૂત થવાથી સોનામાં વેચાવલીનું વલણ જોવા મળ્યું.
આ પણ વાંચોઃ PF Account માં છે કેટલું બેલેન્સ? આ ચાર રીતે ઝડપથી ચકાશો, જુઓ સૌથી ઝડપી પ્રોસેસ
મુખ્ય વિદેશી મુદ્દાઓની સમક્ષ અમેરિકી ડોલરના મજબૂત થવા અને કાચા તેલની કિંમતોમાં તેજી વચ્ચે બુધવારે રૂપિયાનો વિનિમય દર ડોલરના મુકાબલે 9 પૈસાના ઘટાડા સાથે 74.32 (અસ્થાયી) પર બંધ થયો હતો.
કારોબાર દરમિયાન તેમાં 74.23 થી 74.45 રૂપિયા પ્રતિ ડોલરના દાયરામાં ઉતાર ચઢાવ બાદ અંતમાં રૂપિયો પાછલા કારોબારી સત્રના મુકાબલે 9 પૈસા ઘટી 74.32 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 2 રૂપિયા વધી 46557 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 256 રૂપિયાના વધારા સાથે 69602 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube