નવી દિલ્હીઃ ઘરેલુ સોની બજારમાં બુધવારે સોના અને ચાંદી બન્નેના ભાવમાં વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસારવ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના હાજર ભાવમાં (Gold Price Today) 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ વૃદ્ધિ બાદ સોનાનો ભાવ વધીને 46396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર કિંમતી ધાતુના ભાવમાં વધારો થતાં ભારતમાં પણ સોનું મોંઘુ થયું છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 46286 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે ચાંદીના હાજર ભાવમાં  (Silver Price Today) બુધવારે વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતમાં 324 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો જોવા મળ્યો છે. આ સાથે ચાંદીની કિંમત 66864 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 66540 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ માલ્યા, નીરવ મોદી, ચોક્સી પાસેથી વસૂલાત, સરકારી બેંકોને ટ્રાન્સફર થઈ 9371.17 કરોડની સંપત્તિ


વૈશ્વિક સ્તર પર સોનું
વૈશ્વિક સ્તર પર બુધવારે સાંજે સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતમાં વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ અનુસાર બુધવારે સાંજે કોમેક્સ પર સોનાનો વાયદા ભાવ 5.90 ડોલરના વધારા સાથે 1783.30 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો સોનાના હાજર ભાવ 3.78 ડોલરના વધારા સાથે 1782.52 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


વૈશ્વિક સ્તર પર ચાંદી
ચાંદીના વૈશ્વિક ભાવમાં બુધવારે સાંજે વધારો જોવા મળ્યો હતો. ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવ 0.47 ટકા એટલે કે 0.12 ડોલરના વધારા સાથે 26.02 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 0.15 ડોલરના વધારા સાથે 25.93 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube