નવી દિલ્હીઃ સોનાના ઘરેલૂ હાજર ભાવમાં બુધવારે વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીના અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના હાજર ભાવમાં 60 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારોથયો છે. આ તેજી બાદ સોનાનો ભાવ વધીને 44,519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, સોનાની વૈશ્વિક કિંમતોમાં મજબૂતી અને રૂપિયામાં ઘટાડાને કારણે ઘરેલૂ સ્તર પર સોનાની કિંમતમાં તેજી આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સત્રમાં સોનું 44,459 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાથી અલગ ચાંદીની ઘરેલૂ કિંમતમાં બુધવારે ઘટાડો થયો છે. ચાંદીના ઘરેલૂ હાજર ભાવમાં 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 66536 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 66736 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે 60 રૂપિયાને તેજી નોંધાઈ છે. વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં મજબૂતી અને રૂપિયામાં ઘટાડાને કારણે આમ થયું છે. 


આ પણ વાંચોઃ જો તમારી પાસે જૂની કાર હોય તો ખાસ વાંચો આ ખબર, ખિસ્સા પર વધુ બોજા માટે રહો તૈયાર


પટેલે આગળ કહ્યું, યૂએસ FOMC (ફેડરલ ઓપન માર્કેટ કમિટી) ની બેઠકને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. 


વૈશ્વિક સ્તરની વાત કરીએ તો બુધવારે સોનાના વધારા સાથે અને ચાંદી સ્થિર ટ્રેડ કરતી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વૈશ્વિક ભાવ વધારા સાથે 1735 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતા જોવા મળ્યો. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. 


વાયદા બજારમાં સોનું (Gold Futures Price)
ઘરેલૂ વાયદા બજારમાં બુધવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી. એમસીએક્સ એક્સચેન્જ પર બુધવારે સાંજે સોનાનો વાયદા ભાવ 147 રૂપિયાના વધારા સાથે 44960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો 4 જૂન, 2021ના વાયદાના સોનાનો ભાવ આ સમયે 120 રૂપિયાની તેજી સાથે 45311 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


વાયદા બજારમાં ચાંદી (Silver Futures Price)
ઘરેલૂ વાયદા બજારમાં ચાંદીની વાયદા કિંમતમાં વધારો થયો છે. એમસીએક્સ પર બુધવારે સાંજે પાંચ મે, 2021 વાયદાની ચાંદીની કિંમત 302 રૂપિયાની તેજીની સાથે 67221 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતી જોવા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube