નવી દિલ્હીઃ સોના-ચાંદીના હાજર ભાવમાં (Gold-silver price) માં બુધવારે ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના ભાવમાં 229 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાના ભાવ 47074 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક સ્તર પર કિંમતોમાં ઘટાડાને કારણએ ઘરેલૂ બજારમાં ભાવ તૂટ્યા છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 47303 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીની વાત કરીએ તો બુધવારે ઘરેલૂ સોની બજારમાં ચાંદીના હાજર ભાવમાં 717 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 70807 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 71,524 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો બુધવારે સોનાનો ભાવ ઘટાડા સાથે 1832 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 27.38 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો. 


આ પણ વાંચોઃ શું તમે જાણો છો SBI ની આ EMI સુવિધા વિશે? મળે આટલા બધા ફાયદા


એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યુ, સોનાની કિંમતો ડોલરમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડ્સમાં વધારાને કારણે બજારમાં ટ્રેડ કરતી જોવા મળી. તો મોતીલાલ ઓસવાલ સર્વિસના વીપીએ કહ્યુ, બોન્ડ યીલ્ડ્સમાં વધારો અને ડોલરમાં તેજીએ સોનાને સેફ હેવન એસેટના રૂપમાં નબળુ પાડ્યું છે. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 


તો ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ પર સોનાનો વાયદા ભાવ બુધવારે શરૂઆતી કારોબારથી લઈને સાંજ સુધી ઘટાડા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. સાથે ચાંદીની ઘરેલૂ વાયદા કિંમતોમાં પણ બુધવારે 300 રૂપિયા કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube