નવી દિલ્હીઃ Gold Rate on 11 October: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે એટલે કે 11 ઓક્ટોબરે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં સોનું 59 રૂપિયા સસ્તું થયું અને તે સોની બજારમાં 46038 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર નબળા આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે પાછલા કારોબારી સત્રમાં સોનાની કિંમત 46097 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે-સાથે સોમવારે ચાંદીની ચમક પણ ઘટી હતી. હાજર બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 196 રૂપિયાનો ઘટાડો થયો અને તે 60369 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. પાછલા કારોબારી સત્રમાં દિલ્હીમાં ચાંદી 60565 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટ પર બંધ થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો થયો અને તે 1756 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત ઘટાડા સાથે 22.59 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. 


આ પણ વાંચોઃ આ સ્કૂટર ખરીદવું દરેકના બસની વાત નથી, કિંમત જાણીને જ ઉડી જશે હોશ; જાણો ફીચર્સ


એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે, સોનાના હાજર કારોબારમાં નબળાઇ જોવામાં આવી કારણ કે સોમવારે આંતરરાષ્ટ્રીય કોમોડિટી એક્સચેન્જો પર તેનો કારોબાર ઘટાડા સાથે 1756 ડોલર પ્રતિ ઔંસ પર થઈ રહ્યો હતો. 


સોમવારે વાયદા બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો થયો. માંગ ઓછી હોવાને કારણે સટોરિયાઓએ ગોલ્ડમાં પોતાની પોઝીશન ઘટાડી જેથી એમસીએક્સ પર સોનાના વાયદા ભાવમાં 53 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો અને તે 46,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube