BMW ના આ મેક્સી સ્કૂટરની છે જબરદસ્ત સુવિધાઓ, કિંમત જાણીને જ ઉડી જશે હોશ; જાણો ફીચર્સ

દેશના ઓટો માર્કેટમાં ટુંક સમયમાં એક નવા દમદાર સ્કૂટરની એન્ટ્રી થવાની છે. જર્મની (Germany) ની જાણીતી ઓટો નિર્માતા કંપની બીએમડબ્લ્યુ (BMW) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ગ્રાહકોને હવે રાહ નહીં જોવી પડે. નવા-નવા ટૂ-વ્હીલર્સમાં રસ ધરાવતા લોકો ઘણા સમયથી આ મેક્સી સ્કૂટરની રાહ જોઈ રહ્યા હતા

BMW ના આ મેક્સી સ્કૂટરની છે જબરદસ્ત સુવિધાઓ, કિંમત જાણીને જ ઉડી જશે હોશ; જાણો ફીચર્સ

નવી દિલ્હી: દેશના ઓટો માર્કેટમાં ટુંક સમયમાં એક નવા દમદાર સ્કૂટરની એન્ટ્રી થવાની છે. જર્મની (Germany) ની જાણીતી ઓટો નિર્માતા કંપની બીએમડબ્લ્યુ (BMW) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ગ્રાહકોને હવે રાહ નહીં જોવી પડે. નવા-નવા ટૂ-વ્હીલર્સમાં રસ ધરાવતા લોકો ઘણા સમયથી આ મેક્સી સ્કૂટરની રાહ જોઈ રહ્યા હતા.

સૌથી શક્તિશાળી એન્જિન
બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવાર એટલે આવતીકાલે 12 ઓક્ટોબરના તેમના આ સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) ને લોન્ચ કરશે. આ મેક્સી-સ્કૂટર મોટી ફ્રેમમાં, એક મોટા એન્જિન સાથે વિશિષ્ટ સુવિધા સાથે સ્કૂટરનો લેટેસ્ટ અવતાર છે. જેને દેશમાં અન્ય એન્જિનોમાં સૌથી દમદાર ગણાવવામાં આવ્યું છે. કંપની પાસેથી મળેલી જાણકારી અનુસાર સિંગ સિલેન્ડરવાળું જીટીના સ્પેશિયલ લિક્વિડ-કૂલ્ડ એન્જિનની ક્ષમતા 350CC છે. C 400 GT નો પાવર આઉટપુટ 34hp છે. જે 35 Nm નો ટોક જરનેટ કરે છે.

અન્ય ફીચર્સ
C 400 GT ની અન્ય સુવિધાની વાત કરીએ તો આ સ્કૂટરમાં ચાવી વગરનું ઇગ્નિશન (Keyless Ignition), યૂએસબી (USB), ચાર્જીગ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે ટીએફટી ડિસ્પ્લે લાગેલી છે. એક શાનદાર સફરની મજા માણતા સમયે તેને ચલાવવા પર તમને અલગ અનુભવ થશે. તેની બોડી પેનલ, એલઈડી લાઈટ્સ, ટ્રેક્શન કંટ્રોલ ફીચર અને સીવીટી ટ્રાન્સમિશન તેને બીજાથી અલગ બનાવે છે.

કારની કિંમતમાં માત્ર એક સ્કૂટર
ઓટો સેક્ટરના દિગ્ગજોના જણાવ્યા અનુસાર આ સ્કૂટરને ખરીદવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આ મેક્સી સ્કૂટરની કિંમત ભારતમાં લગભગ 10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ કિંમત) છે. આ સાથે તે ભારતમાં લોન્ચ થતા પહેલા હાજર સૌથી મોંઘા સ્કૂટરોની યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી ચૂક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news