નવી દિલ્હીઃ ગુરૂવાર એટલે કે 17 જૂને ભારતમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર વૈશ્વિક ટ્રેન્ડમાં નબળાઇ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનું 861 રૂપિયાના ઘટાડાની સાથે 46,863 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 47724 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ આજે 1709 રૂપિયા ઘટીને 68,798 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે, જે પાછલા કારોબારમાં 70507 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1810 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 28.89 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ કારોબાર કરી રહી હતી. 


એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ કે, અમેરિકી ફેડરલ રિઝર્વની કોમેન્ટ બાદ રાતભર વેચાણના દબાવમાં સોનાની કિંમતોમાં કારોબાર થયો. મુખ્ય મુદ્દાઓના મુકાબલે તેજીના વલણથી સોનાની કિંમતોમાં વેચાણથી ડોલરના ભાવમાં વધારો થયો. તેમણે કહ્યું કે, ડોલરમાં મજબૂતીથી સોનાની કિંમતો પર દબાવ બનેલો રહી શકે છે. 


આ પણ વાંચોઃ Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!


સોનાની વાયદા કિંમત
લ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 906 રૂપિયા એટલે કે 1.87 ટકાના ઘટાડા સાથે 47600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો હતો. તો ઓક્ટોબર 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 902 રૂપિયા એટલે કે 1.85 ટકાના ઘટાડા સાથે 47910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. 


ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જુલાઈ 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 1765 રૂપિયાના ઘટાડા સાથે 69602 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. આ રીતે સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 1922 રૂપિયાના ઘટાડા સાથે 70699 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube