નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં સોના તથા ચાંદી (Gold And Silver) ના હાજર ભાવમાં સોમવારે વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સપ્તાહના પ્રથમ કારોબારી સત્રમાં સોનાના ભાવમાં 179 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. તેનાથી શહેરમાં સોનાનો ભાવ 47,452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. તેનાથી પાછલા સત્રમાં 10 ગ્રામ સોનાનો ભાવ 47273 રૂપિયા પર રહ્યો હતો. આ રીતે શહેરમાં ચાંદીની કિંમતમાં 826 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો. તેનાથી શહેરમાં ચાંદીની કિંમત 71,541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદીની કિંમત 70,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ તેજીની સાથે 1836 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 27.65 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો.


એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, ડોલરના મૂલ્યમાં તેજી અને યૂએસ બોન્ડ યીલ્ડ્સમાં ઘટાડાથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ અમેરિકાની સૌથી મોટી તેલ પાઇપલાઇન પર Cyber Attack, વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ


વાયદા બજારમાં સોનાનો ભાવ(Gold Price Today in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સાંજે જૂન, 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 305 રૂપિયા એટલે કે 0.64 ટકાના વધારા સાથે  48,056 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટના કોન્ટાક્ટ વાળા સોનાનો ભાવ 337 રૂપિયા એટલે કે 0.70 ટકાની તેજીની સાથે 48470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. 


ચાંદીની વાયદા કિંમત (Silver Price Today in Futures Market)
MCX પર જુલાઈમાં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 1036 રૂપિયાની તેજીની સાથે 72,465 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. તો સપ્ટેમ્બરમાં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 1196 રૂપિયાના વધારા સાથે 73,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube