નવી દિલ્હીઃ સોનાની કિંમતોમાં મંગળવારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 24 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો અને તે 50686 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. પાછલા કારોબારી સત્ર એટલે કે સોમવારે તે 50710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજીતરફ ચાંદીની કિંમતમાં આજે સામાન્ય તેજી જોવા મળી છે. ચાંદી 13 રૂપિયાના વધારા સાથે 60609 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે. પાછલા સત્રમાં ચાંદી 60596 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ- સોનાની કિંમતોમાં હાજર માંગમાં નબળાઈ જોવા મળી. કોમોડિટી એક્સચેન્જો પર સોનાનો કારોબાર 1837 ડોલર પ્રતિ ઔંસ પર કરવામાં આવી રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો અને ડોલરની ગતિવિધિઓ જેમ કે મિક્સ વૈશ્વિક સંકેતોને કારણે સોનાની કિંમત એક વર્તુળમાં કારોબાર કરવી જોવા મળી. 


આ પણ વાંચોઃ Stock Market: માર્કેટ મજામાં! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ શેરોમાં પૈસાનો વરસાદ


રોયટર્સ અનુસાર ડોલરમાં આવેલી નબળાઈથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદદારો માટે સોનું આકર્ષક થઈ ગયું પરંતુ 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં વધારો નોંધાયો છે. અમેરિકી વ્યાજદરોના વધવા અને બોન્ડ યીલ્ડના વધવાથી સોના પ્રત્યે રોકાણકારોનું વલણ વધી ગયું છે. 


વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા મોંઘવારી પર કાબુ મેળવવા વ્યાજદરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ લોવેએ વ્યાજદરોમાં વધુ વધારાનો સંકેત આપ્યો અને કહ્યું કે, આ વર્ષના અંત સુધી મોંઘવારી 7 ટકાના સ્તર પર પહોંચી શકે છે. રોકાણકારોના મનમાં વધુ એક વાત છે કે ફેડરલ રિઝર્વના નીતિ નિર્માતાઓની ટિપ્પણી આવવી હજુ બાકી છે. સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડનું નિવેદન પણ આવવાનું બાકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube