Stock Market: માર્કેટ મજામાં! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ શેરોમાં પૈસાનો વરસાદ
સ્ટોક માર્કેટમાં આજે 21 જૂન 2022 એટલેકે, સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારે હરીયાળી જોવા મળી. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 934.23 પોઈન્ટ અથવા 1.81 ટકાના વધારા સાથે 52,532.07 પર બંધ થયો હતો.
- શેરબજારમાં હરિયાળી જોવા મળી
- સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો નોંધાયો
- આજે આ શેરોમાં થઈ ધનની વર્ષા
Trending Photos
Stock Market Closing: વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ગયા અઠવાડિયે મોટા ઘટાડા બાદ સોમવારે શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે મંગળવારે શેરબજારની શરૂઆત ધમાકેદાર રહી હતી. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સમાં જોરદાર ઉછાળો:
આજે સેન્સેક્સ 934.23 પોઈન્ટ્સ અથવા 1.81% ટકાના વધારા સાથે 52,532.07 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 281.35 પોઈન્ટ્સ અથવા 1.83% ટકાના વધારા સાથે 15,631.50 પર બંધ થયો હતો. એટલે કે આજે બજારની મુવમેન્ટ સારી રહી છે. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 299.76 પોઈન્ટના વધારા સાથે 51,897.60 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 95 પોઈન્ટથી વધુના વધારા સાથે 15,455.95 પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
LIC શેર સ્થિતિ:
LICના શેરમાં 21મી જૂને ફરી વધારો જોવા મળ્યો છે. આજે LICના શેરમાં 2.85 એટલે કે 0.43%નો વધારો થયો છે અને તે રૂ. 664.25 પર પહોંચી ગયો છે.
યુએસ સ્ટોક માર્કેટ:
જો વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે વૈશ્વિક બજારમાં પણ સારા સંકેતો જોવા મળ્યા હતા. યુએસ બજારો સોમવારના ટ્રેડિંગ સેશન માટે બંધ રહ્યા હતા પરંતુ ડાઉ ફ્યુચર્સમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, S&P 500 અને Nasdaq ફ્યુચર્સમાં પણ 1% કરતા વધુનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય એશિયન બજારોની શરૂઆત સારી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે