Gold Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો 18થી 24 કેરેટ Gold ની કિંમત
મહત્વનું છે કે પાછલા વર્ષે 7 ઓગસ્ટે સોનું 56126 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર રહી શકે છે.
નવી દિલ્હીઃ Gold Price Today 22nd Sep 2021 : સોની બજારમાં સતત બીજા દિવસે પણ સોના-ચાંદીની કિંમતોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારના મુકાબલે બુધવારે સોનું 358 રૂપિયા વધીને 46871 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે તો ચાંદી 754 રૂપિયા મજબૂત થઈને 60954 રૂપિયા કિલો પર પહોંચી ગઈ છે. તેમ છતાં 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 9383 રૂપિયા સસ્તું છે. તો ચાંદી 15054 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
મહત્વનું છે કે પાછલા વર્ષે 7 ઓગસ્ટે સોનું 56126 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર રહી શકે છે.
મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ (ibjarates.com) પ્રમાણે 22 સપ્ટેમ્બર 2021ના દેશભરની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે.
આ પણ વાંચોઃ આ કર્મચારીઓ પર મોદી સરકાર મહેરબાન, 7 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે
આજના સોના-ચાંદીના ભાવ
ધાતુ | 22 સપ્ટેમ્બરનો ભાવ | 21 સપ્ટેમ્બરનો ભાવ |
ભાવમાં ફેરફાર |
Gold 999 (24 કેરેટ) (રૂપિયા/10 ગ્રામ) | 46871 | 46513 | 358 |
Gold 995 (23 કેરેટ) (રૂપિયા/10 ગ્રામ) | 46683 | 46327 | 356 |
Gold 916 (22 કેરેટ) (રૂપિયા/10 ગ્રામ) | 42934 | 42606 | 328 |
Gold 750 (18 કેરેટ) (રૂપિયા/10 ગ્રામ) | 35153 | 34885 | 268 |
Gold 585 (14 કેરેટ) (રૂપિયા/10 ગ્રામ) | 27420 | 27210 | 210 |
Silver 999(રૂપિયા/કિલોગ્રામ) | 60954 | 60200 | 754 |
IBJAનો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલ રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરંટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીનો કરંટ રેટ અથવા તેમ કહો કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાઓ પર અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube