Gold Rate Today: કડાકા બાદ હવે સોનાના ભાવમાં આજે જોવા મળ્યો ભડકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો ભાવ
Gold Price Today, 25 April 2023: જો તમે પણ ગોલ્ડની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
Gold Price Today, 25 April 2023: જો તમે પણ ગોલ્ડની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગોલ્ડનો ભાવ એકવાર ફરીથી હવે 60,000ને પાર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ શું છે.
લેટેસ્ટ સોના ચાંદીના ભાવ
MCX પર સોનાનો ભાવ ચેક કરીએ તો 0.09 ટકાની તેજી સાથે 60055 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનાના ભાવમાં 90 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. જ્યારે MCX સિલ્વર 90 રૂપિયા તૂટીને 74900 રૂપિયા પ્રતિ કિલોગ્રોમના સ્તર પર જોવા મળી રહી છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ સોમવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 60081 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જે આજે 287 રૂપિયાના વધારા સાથે 60368 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 286 રૂપિયાની તેજી સાથે 60126 રૂપિયા છે. જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 263 રૂપિયા વધીને 55297ના સ્તરે પહોંચી છે. 750 પ્યોરિટીવાળા સોનાની કિંમત 215 રૂપિયા વધીને 45276 રૂપિયા જોવા મળે છે. 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત 168 રૂપિયા વધીને 35315 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો પર 378 રૂપિયા વધીને 74768ના સ્તર પર જોવા મળી રહી છે.
(10 ગ્રામ સોનાનો ભાવ અને એક કિલો પ્રમાણે ચાંદીનો ભાવ)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, ફરી આટલું વધી શકે છે DA, પગારમાં થશે બંપર વધારો
PPF Accountમાંથી પૈસા ઉપાડતા પહેલાં જાણી લો આ નિયમો, જલ્દી બેંક ખાતામાં જમા થશે પૈસા
આ 5 ભુલના કારણે અનિલ અંબાણીને થયું ભારે નુકસાન, ડુબી ગઈ 42 અરબ ડોલરની સંપત્તિ
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube