Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ કારોબારી દિવસે સોનાના ભાવમાં કડાકો, ચાંદી પણ સસ્તી, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ
Gold Rate Today: આજે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ રેટ 61 હજારની સપાટી આજુબાજુ જ છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે આજે સોનું ઘટાડા સાથે ખુલ્યું. સોનાના ભાવમાં 388 રૂપિયાના ઘટાડા સાથે 61108 રૂપિયાનો ભાવ જોવા મળ્યો.
Gold Rate Today: આજે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે હજુ પણ રેટ 61 હજારની સપાટી આજુબાજુ જ છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે આજે સોનું ઘટાડા સાથે ખુલ્યું. સોનાના ભાવમાં 388 રૂપિયાના ઘટાડા સાથે 61108 રૂપિયાનો ભાવ જોવા મળ્યો. જ્યારે ચાંદીમાં પણ 1000 રૂપિયા જેટલો ઘટાડો થયો અને ભાવ 76231 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે.
શરાફા બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગત સપ્તાહે બજાર બંધ થયું ત્યારે એટલે કે 5મી મેના રોજ 61496 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. જ્યારે આજે 388 રૂપિયાના ઘટાડા સાથે 61108 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 386 રૂપિયાના ઘટાડા સાથે 60864 રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 356 રૂપિયાના કડાકા સાથે 55974 રૂપિયાના ભાવે છે. 750 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું હાલ 291 રૂપિયા ઘટીને 45831 રૂપિયાના સ્તરે છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 227 રૂપિયા ઘટીને 35748 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીમાં 1049 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ હવે પ્રતિ કિલો 76231 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.
(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો છે)
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
Gold Price: સોનું ખરીદવું હોય તો થોભો!...રાહ જોજો, આ સપ્તાહે ભાવમાં ઘટાડો થશે
Business Idea: મધમાખી ઉછેરથી કરો મોટી કમાણી, સરકાર આપી રહી છે 75% સુધીની સબસિડી
તમે પણ તમારી દીકરી કે પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા ખોલાવી શકો છો MSSC ખાતુ
એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube