નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ તેજી, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold-Silver Price: સેન્સેક્સ અને નિફ્ટી બાદ આજે સોના-ચાંદીના ભાવે પણ નવો ઈતિહાસ રચી દીધો છે. આજે સોની બજારમાં 24 કેરેટ સોનું ઓલ ટાઈમ હાઈ 63805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયું હતું.
નવી દિલ્હીઃ લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોની બજારમાં સોનાનો એવરેજ ભાવ ઓલ ટાઈમ હાઈ 63805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. જ્યારે ચાંદીમાં 673 રૂપિયાનો વધારો થયો છે. એમસીએક્સ પર પણ 24 કેરેટ સોનાનો 5 ફેબ્રુઆરીનો વાયદા ભાવ 66884 રૂપિયા છે અને ચાંદી 78279 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે.
ગ્લોબલ માર્કેટમાં સોનું સોમવારે 2100 ડોલરથી ઉપર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યું હતું. બજારમાં હવે 60 ટકાની સંભાવના જોવા મળી રહી છે કે અમેરિકી કેન્દ્રીય બેન્ક આગામી વર્ષે માર્ચમાં પોતાના નાણાકીય દરમાં ઘટાડો કરશે અને મેમાં વ્યાજદરમાં ઘટાડો કરશે. તેનાથી સોનાના ભાવમાં તેજી આવી છે.
બીજી તરફ સોની બજારમાં આજે 24 કેરેટ સોનું 63805 રૂપિયા પર ખુલ્યું હતું. જ્યારે ચાંદી 77073 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. સોનું 29 નવેમ્બરે એક નવા શિખર પર પહોંચ્યું હતું. સોનું આજે 1077 રૂપિયા વધ્યું છે.
આ પણ વાંચોઃ RBI MPC Meet: રેપો રેટમાં વધારો થશે કે ઘટાડો? 8 ડિસેમ્બરે જાહેરાત કરશે રિઝર્વ બેન્ક
આ રેટ ઈન્ડિયન બુલનય એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવ્યા છે. સોના-ચાંદીના ભાવ આ રેટ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ સામેલ નથી. તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે.
આઈબીજેએ પ્રમાણે હવે 23 કેરેટ ગોલ્ડની કિંમત 63549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડની કિંમત 58445 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો હવે તેની કિંમત 47853 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ ગોલ્ડનો ભાવ 38444 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે જીએસટી સહિત ચાંદીની કિંમત 79385 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube