RBI MPC Meet: રેપો રેટમાં વધારો થશે કે ઘટાડો? 8 ડિસેમ્બરે જાહેરાત કરશે રિઝર્વ બેન્ક

RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 6 ડિસેમ્બરે શરૂ થશે. નાણાકીય નીતિના સંદર્ભમાં, સર્વોચ્ચ નીતિ નિયમનકાર MPCનો વ્યાજ દર નિર્ણય 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

RBI MPC Meet: રેપો રેટમાં વધારો થશે કે ઘટાડો?  8 ડિસેમ્બરે જાહેરાત કરશે રિઝર્વ બેન્ક

નવી દિલ્હીઃ આરબીઆઈ આ અઠવાડિયે તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ પર યથાસ્થિતિ જાળવી શકે છે. મોંઘવારી અંકુશમાં છે અને આર્થિક વૃદ્ધિની ગતિ સંતોષકારક છે તેના આધારે નિષ્ણાતોએ આ અંદાજ લગાવ્યો છે. મધ્યસ્થ બેંકે તેની છેલ્લી ચાર દ્વિ-માસિક સમીક્ષાઓમાં પોલિસી રેપો રેટને યથાવત રાખ્યો છે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.

આ દિવસે થશે એમપીસીની બેઠક
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠર છ ડિસેમ્બરે શરૂ થશે. નાણાકીય નીતિના સંદર્ભમાં સર્વોચ્ચ નીતિ નિયામક એમસીપી વ્યાજદર સંબંધી નિર્ણયની જાહેરાત આઠ ડિસેમ્બરે કરશે. 

MPCમાં ત્રણ બાહ્ય અને ત્રણ આંતરિક સભ્યો છે. બાહ્ય સભ્યોમાં શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા છે જ્યારે આંતરિક સભ્યોમાં ગવર્નર શક્તિકાંત દાસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજન અને ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાનો સમાવેશ થાય છે.

મે 2022માં રેપો રેટમાં થયો હતો વધારો
રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેનમાં મુક્શેલીને કારણે મોંઘવારી વધી હતી અને મે 2022માં રેપો રેટમાં વધારાનો દોર શરૂ થયો હતો, જે ફેબ્રુઆરી, 2023 સુધી ચાલતો રહ્યો હતો. પરંતુ એપ્રિલ, 2023ની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષાથી રેપો રેટ સ્થિર છે. 

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે આ વખતે સેન્ટ્રલ બેંક પોલિસી વ્યાજ દરો પર તેનું જૂનું વલણ તેમજ નાણાકીય વલણ જાળવી શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.6 ટકાનો વિકાસ દર એ વિશ્વાસ આપે છે કે અર્થતંત્ર પાટા પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news