Gold Price Today: સોનાનો ભાવ ગગડીને ક્યાં પહોંચી ગયો? ચાંદી પણ થઈ સસ્તી, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. નબળા ગ્લોબલ સંકેતોના પગલે બુલયિન માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે.
Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. નબળા ગ્લોબલ સંકેતોના પગલે બુલયિન માર્કેટમાં નરમાઈ જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. MCX પર સોનાનો ભાવ 50 રૂપિયા ગગડીને 58758 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 200 રૂપિયા ગગડીને એક કિલોએ 73377 રૂપિયા સુધી પહોંચ્યો છે.
શરાફા બજારમાં પણ ઘટ્યા ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું હાલ 64 રૂપિયાના ઘટાડા સાથે 58670 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે તે 58734 રૂપિયાના ભાવે બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 58 રૂપિયા ઘટીને 53742 રૂપિયાના ભાવે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 270 રૂપિયા ઘટીને 73397 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ 1940 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 24 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ
જેક્સન હોલની બેઠક પહેલા બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં તેજી છે. ડોલર ઈન્ડેક્સ 104ને પાર પહોંચી ગયો છે. અમેરિકી બોન્ડ યીલ્ડ 4.24 ટકાની આજુબાજુ પહોંચી ગયો છે. એ જ રીતે બુલિયન માર્કેટ પર દબાણ જોવા મળી રહ્યું છે.
સોના અને ચાંદી પર એક્સપર્ટનો મત
કુંવરજીના રવિ દિયોરાના જણાવ્યાં મુજબ ચાંદીના ભાવમાં તેજી જોવા મળશે. MCX પર ચાંદી 73100 રૂપિયાના ભાવ પર ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ 74100 રૂપિયા અને સ્ટોપલોસ 72700 રૂપિયાનો છે. તેમણે કહ્યું કે સોનામાં નરમી જોવા મળી શકે છે. MCX પર સોનાને 59120 રૂપિયાના સ્ટોપલોસ સાથે 58900 રૂપિયાના ભાવ પર વેચો. 58400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ગગડી શકે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube