વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો

પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ત્યારે મત ગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ત્યારે મત ગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાલનપુરની જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં થ્રીલેયર સુરક્ષા વચ્ચે રખાયા છે. જોકે હવે આવતીકાલે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવાની છે. જેને લઇ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરીને લઈ પાલનપુરથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઇવેને ડાયવર્ઝન અપાયું છે.

તો પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુરને જોડતો ટુ લેન માર્ગ આવતીકાલે સિંગલ લેન કરવા જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો સાથે જ વાહ વિધાનસભા પેટા ચૂંટણીના 321 મત બુથોના ઈવીએમની 23 રાઉન્ડમા મત ગણતરી હાથ ધરાશે. મત ગણતરી પ્રક્રિયામાં 200 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રખાશે.આવતીકાલે સવારે 8 વાગ્યાંથી મતગણતરીની શરૂઆત થશે જેમાં 8 થી 8:30 વાગ્યાં સુધીમા પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. જો કે 8:30 વાગ્યાં બાદ ઈવીએમના મતોની ગણતરી હાથ ધરશે.

મહત્વની વાત છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેટા ચૂંટણીના 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમા કેદ છે. ત્યારે આવતીકાલે મત ગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ત્યારે જોવું રહેશે કે વાવના મેદાનમાં કયા પક્ષના ક્યાં ઉમેદવાર વિજેતા બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news