Gold Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા વચ્ચે ઘરેલું સોની બજારમાં સોનાના ભાવમાં સતત બે-ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ફેસ્ટિવ સીઝન વચ્ચે સોનાના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવી ગયાં છે. ત્યાં સુધી કે દિલ્હી સોની બજારમાં સોનું છેલ્લા ત્રણ દિવસમાં 1100 રૂપિયા સસ્તું થઈ ગયું છે. વાયદા બજારમાં ગુરૂવાર (10 ઓક્ટોબર) ના તેજી તો છે, પરંતુ અહીં સોનું 76000 રૂપિયા નીચે આવી ગયું છે. તો ચાંદી 90000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનું કેમ થયું સસ્તું?
આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની મજબૂતીથી સતત છ દિવસથી સોનું નરમ બન્યું છે. કોમેક્સ પર સ્પોટ સોનું 0.5% ઘટીને $2607 થયું હતું. તે જ સમયે, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% ઘટીને $2,626 પર આવી ગયું.


અહીં સ્થાનિક વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંનેમાં ઉછાળો નોંધાયો હતો. સવારે લગભગ 100 રૂપિયાના વધારા સાથે સોનું 75,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગઈકાલે તે 74,934 પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ રૂ. 197 વધીને રૂ. 89,069 પ્રતિ કિલો હતો, જે ગઈ કાલે રૂ. 88,872 પર બંધ હતો.


આ પણ વાંચોઃ Ratan Tata Tribute: આખા દેશને રડતો મૂકી જનાર રતન ટાટાના કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?


સોની બજારમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી?
નબળી સ્થાનિક માંગ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં બુધવારે સતત બીજા દિવસે સોનાનો ભાવ 600 રૂપિયા ઘટીને 77,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. મંગળવારે સોનું 78,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ પણ રૂ. 2,800 ઘટીને રૂ. 91,200 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો, જે એક દિવસ અગાઉ રૂ. 94,000 પ્રતિ કિલોએ બંધ હતો. દરમિયાન, 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂ. 600 ઘટીને રૂ. 77,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બુલિયન ટ્રેડર્સે જણાવ્યું હતું કે સુસ્ત સ્થાનિક માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.