Ratan Tata Tribute: આખા દેશને રડતો મૂકી જનાર રતન ટાટાના કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?

Ratan Tata news: રતન ટાટાના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. સત્તા પક્ષથી લઈને વિપક્ષ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. એવામાં તેમના અંતિમ સંસ્કારને લઈને આ મોટી જાણકારી સામે આવી રહી છે.

Ratan Tata Tribute: આખા દેશને રડતો મૂકી જનાર રતન ટાટાના કેવી રીતે થશે અંતિમ સંસ્કાર?

Ratan Tata Passes away: 'બિછડા કુછ ઈસ અદા સે કિ રૂત હી બદલ ગઈ એક શખ્સ સારે શહર કો વીરાન કર ગયા...' કોઈ શાયરની આ પંક્તિઓ આજે લોકોને ખુબ યાદ આવી રહી છે. આજે આખો દેશ રતન ટાટાના નિધનથી ઉદાસ છે. મુંબઈથી લઈને ચેન્નાઈ, કોલકાતા અને દેશની રાજધાની દિલ્હી સુધી ખામોશી છવાયેલી છે. તેનું કારણ તે અણમોલરત્ન કોઈ બીજી દુનિયામાં જવાથી છે. લોકો તેમના સદકર્મોને ખુબ યાદ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે ભગવાને પોતાની પાસે બોલાવી લીધા. અહીં અમે વાત કરી રહ્યા છીએ એવા ઉદ્યોગપતિ રતન ટાટાની જેમણે ન માત્ર દેશની અર્થવ્યવસ્થાને વેગ આપ્યો પરંતુ દેશના કરોડો લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું, જેમણે ગઈકાલે રાત્રે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

Add Zee News as a Preferred Source

રતન ટાટાના નિદનથી દેશભરમાં શોકની લહેર છે. સત્તા પક્ષથી લઈને વિપક્ષ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. મુંબઈમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લોકોની લાઈનો લાગેલી છે. પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસે છે, એટલા માટે ગૃહમંત્રી અમિત શાહ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. એવામાં તેમના અંતિમ સંસ્કારને લઈને આ મોટી જાણકારી સામે આવી રહી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં સીએમ એકનાથ શિંદે એ અંતિમ સંસ્કાર રાજકીય સમ્માનની સાથે કરવાની જાણકારી આપી છે.

શું પારસી રીતિ રિવાજો હેઠળ થશે અંતિમ સંસ્કાર?
જાણકારીના મતે ટાટાના પાર્થિવ શરીરને સાંજે 4 વાગે લગભગ મુંબઈના વર્લી સ્થિત ઈલેક્ટ્રિક અગ્નિદાહ કેન્દ્રમાં રાખવામાં આવશે. જ્યાં થોડી વાર સુધી પ્રાર્થના બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પારસી લોકોના અંતિમ સંસ્ત રીતિ રિવાજ હિન્દુઓના દાહ સંસ્કાર અને મુસલમાનોની જેમ સુપુર્દે ખાક યા ઈસાઈઓની જેમ દફનાવવાની પ્રથાથી ઘણી અલગ રીતે થાય છે. પારસી લોકો માને છે કે માનવ શરીર પ્રકૃતિએ આપેલી ભેટ છે. એવામાં મૃત્યું બાદ તેણે એ જ રીતે પ્રકૃતિને પાછું આપી દેવું જોઈએ. આખી દુનિયામાં પારસી પોતાના પરિવારજનોના અંતિમ સંસ્કાર એ જ રીતે કરે છે. શરીરને ટાવર ઓફ સાઈલેંસમાં રાખવામાં આવે છે. 

શું છે ટાવર ઓફ સાઈલેંસ
ટાવર ઓફ સાઈલેંસને તમે સ્મશાન કે કબ્રસ્તાનની જેમ જગ્યા સમજી શકો છો, જ્યાં પારસી લોકો કોઈના મૃત્યું બાદ તેમની બોડી પ્રકૃતિના ખોળામાં છોડી દે છે. આ પ્રથા સદીઓથી પારસી લોકોમાં ચાલી આવી છે. તેણે દખમા પણ કહેવામાં આવે છે. પારસી સમુદાયના લોકોના શબોને ટાવર ઓફ સાઈલેંસ પર છોડવાની પરંપરા રહી છે, ત્યાં ગીધ આ શબોને ખાઈ જાય છે. આ શબને આકાશમાં દફનાવું કહેવામાં આવે છે. જોકે, નવી પેઢીના પારસી હવે આવા અંતિમ સંસ્કારની પ્રથાને ઓછી માને છે.

ઈલેક્ટ્રિક શબદાહગૃહમાં દાહ સંસ્કારની પ્રક્રિયામાં લગભગ એકથી દોઢ કલાકનો સમય લાગે છે. ઈલેક્ટ્રિક શબદાહ ગૃહમાં શબદાહ બાદ વધેલી રાખ બિલ્કુલ એવી જ દેખાય છે જેમ કે ગેસ ઓવનમાં શબદાહ બાદ દેખાય છે. શબદાહ બાદ રાખને ક્રેમુલેટરમાં બારીક કણોમાં સંસાધિત કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news