Gold Price Today: સોનાના ભાવમાં રેકોર્ડતોડ ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવી કિંમત
Gold Silver Price Today જો તમે પણ સોનું-ચાંદી ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. શોપિંગ કરતા પહેલાં જાણીલો તમારા શહેરમાં સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ Gold Price Today: સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો થયો છે. આજે ગોલ્ડના ભાવમાં 500 રૂપિયા કરતા વધુનો કડાકો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)પર સોમવારે સોનું અને ચાંદી, બંનેમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. સટોરિયાઓ દ્વારા પોતાના સોદાના આકાર ઘટાડવાને કારણે વાયદા કારોબારમાં બુધવારે સોનું 582 રૂપિયા ઘટીને 56168 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલની ડિલિવરી માટે સોનાનો કરાર 13775 લોટના કારોબારમાં 582 રૂપિયા કે 1.03 ટકાના ઘટાડા સાથે 56,168 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. વેપારીઓએ કહ્યું કે સોનાની કિંમતોમાં ઘટાડા સોદા ઘટાડવાને કારણે થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું એક ટકાના ઘટાડા સાથે 1,846.70 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.
ચાંદીમાં પણ જોરદાર ઘટાડો
ચાંદીનો વાયદા ભાવ 65510 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. કારોબારીઓ દ્વારા પોતાના સોદા ઓછા કરવાને કારણે ચાંદીનો વાયદા ભાવ બુધવારે 741 રૂપિયાના ઘટાડા સાથે 65,510 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર માર્ચમાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ. 741 અથવા 1.12 ટકા ઘટીને રૂ. 65,510 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
આ પણ વાંચોઃ એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો!
ક્યાં મળી રહ્યું છે સસ્તું સોનું
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે સમાચાર લખાવા સુધી સોની બજારમાં સોનાની કિંમતો આ પ્રકારે છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,310 રૂ.
જયપુરમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.57,310
પટનામાં24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.57,280
કોલકાતામાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ.57,210
મુંબઈમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,160
બેંગ્લોરમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,210.
હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,160
ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,310
લખનૌમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 57,310
આ પણ વાંચોઃ SBI ના કરોડો ખાતેદારોને મોટો ઝટકો, બેન્કે વધાર્યું લોન પર વ્યાજ, આજથી જ નિયમ લાગુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube