SBI ના કરોડો ખાતેદારોને મોટો ઝટકો, બેન્કે વધાર્યું લોન પર વ્યાજ, આજથી જ નિયમ લાગુ

SBI MCLR:આ દર વધવાનું કારણ રેપો રેટમાં થયેલો વધારો છે. આ ફેરફારની અસર સીધી જ લોકોને થશે જેના કારણે હવે પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન મોંઘી થઈ જશે.

SBI ના કરોડો ખાતેદારોને મોટો ઝટકો, બેન્કે વધાર્યું લોન પર વ્યાજ, આજથી જ નિયમ લાગુ

SBI MCLR: દેશની સૌથી મોટી સરકારી બેન્ક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. SBI એ MCLR માં 10 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે. તેના કારણે હવે બેંક થી લોન લેવી મોંઘી પડશે. બેંકે પોતાના નવા દર 15 ફેબ્રુઆરી 2023 થી લાગુ પણ કરી દીધા છે. આ દર વધવાનું કારણ રેપો રેટમાં થયેલો વધારો છે. આ ફેરફારની અસર સીધી જ લોકોને થશે કારણ કે મોટાભાગની લોન એક વર્ષના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ પર આધારિત હોય છે. તેવામાં હવે પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન મોંઘી થઈ જશે. જેના કારણે લોકોએ હવે વધારે ઇએમઆઇ ચૂકવવા પડશે.

આ પણ વાંચો:

શું છે MCLR?

એમ સી એલ આર ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત કરવામાં આવેલી એક પદ્ધતિ છે. જેના આધારે બેંક લોન માટે વ્યાજ નક્કી કરે છે. આ પહેલા બધી જ બેંક બેઝ રેટના આધારે ગ્રાહકો માટે વ્યાજ દર નક્કી કરતી હતી. 

નવા MCLR રેટ

SBI એ રાતોરાત MCLR રેટ 7.95 ટકામાંથી વધારી, 1 મહિના માટે 8.10 ટકા, 3 મહિના માટે 8.10 ટકા કર્યો છે. બેંકનો આ દર 6 મહિના માટે 10 બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યો છે જેના કારણે 1 વર્ષ માટે 8.40 ટકાથી 8.50 ટકા, 2 વર્ષ માટે  8.50 ટકાથી વધારી 8.60 ટકા અને 3 વર્ષ માટે 8.60 ટકાથી વધીને 8.70 ટકા કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news