Gold Price Today: લગ્નસરાની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ગજબનો વધારો! બની શકે છે નવો રેકોર્ડ, ચેક કરો લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: એમસીએક્સ સિવાય, બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ વધીને 49702 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 54220 રૂપિયા પર છે.
Gold Silver Price Today: સોના ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. આજે એટલે કે બુધવાર 13 એપ્રિલ 2022ના રોજ મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનું 35 રૂપિયા મોંઘું થઈને આજે સવારથી 52913.00 રૂપિયા પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે, ચાંદીની કિંમતોમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે. ચાંદીના ભાવમાં ગઈકાલ એટલે કે મંગળવારે પણ જબરદસ્ત તેજી જોવા મળી હતી. આજે ચાંદી 162.00 રૂપિયાના ભાવ વધારા સાથે 68952 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી છે. લગ્નસરાની સીઝન પહેલા સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
બુલિયન માર્કેટની શું છે હાલત?
એમસીએક્સ સિવાય, બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ વધીને 49702 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 54220 રૂપિયા પર છે. જ્યારે, 20 કેરેટ સોનાની કિંમત 45183 રૂપિયા છે અને 18 કેરેટનો ભાવ 40665 રૂપિયા પર પહોંચી ગયો છે. તેના સિવાય 16 કેરેટ સોનાનો ભાવ વધારા સાથે 36147 રૂપિયા રહ્યો છે.
સોનાની આયાત વધી
તાજેતરમાં હવે થોડાક જ દિવસોમાં લગ્નની સીઝન શરૂ થનાર છે. વધતી મોંઘવારીની વચ્ચે પણ દેશમાં સોના પ્રતિ લોકોનું આકર્ષણ ગજબનું જોવા મળી રહ્યું છે. દેશમાં સોનાની આયાત 2021-22ની પહેલા 11 મહીના (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 73 ટકા વધીને 45.1 અરબ ડોલર પર પહોંચી ગયો છે. વધતી માંગના કારણે સોનાની આયાતમાં વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષના અંતમાં સોનાની આયાતનો આંકડો 26.11 અરબ ડોલર રહ્યો હતો.
આવી રીતે ચેક કરી શકો છો સોનાનો ભાવ
દેશભરમાં સોનાના ઘરેણાની કિંમત અલગ અલગહોય છે, કારણે તેમાં ઉત્પાદ શુલ્ક, રાજ્યોનો ટેક્સ અને મેકિંગ ચાર્જનો ભાગ પણ અલગ હોય છે. તમે તમારા શહેરમાં સોનાની કિંમત ચેક કરવા માટે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની મદદ લઈ શકો છે. તેના માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવાનો છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર સોનાનો હાલના ભાવનો મેસેજ આવી જશે.
તારક મહેતાની બબીતાનું સૌથી મોટું રહસ્ય ખૂલ્યું! કેમ કોઈ અન્ય શો કરતી નથી, કારણ જાણીને ચોંકી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube