How To Burn Fat: માખણની જેમ ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી! આ એક ફળને ડાયટમાં કરો સામેલ

How To Burn Stubborn Fat: હાલમાં થયેલા એક રિસર્ચના મતે, એક ફળ એવું પણ છે, જેના સેવનથી શરીરની ચરબી ઓછી કરવામાં જોરદાર સફળતા મળી શકે છે. સૌથી સારી વાત એ છે કે તેના માટે જિમ જવાની પણ જરૂરિયાત નથી. બસ અઠવાડિયામાં માત્ર 5 દિવસ અડધો કલાક ચાલવાથી પણ મદદ મળી શકે છે.

How To Burn Fat: માખણની જેમ ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી! આ એક ફળને ડાયટમાં કરો સામેલ

નવી દિલ્હી: શરીરમાં જમા થયેલી સ્ટબર્ન ફેટ એટલે કે ચરબી ઓછી કરવી ખુબ જ મુશ્કેલ કામ હોય છે. સ્ટબર્ન ફેટમાં ફેટ સેલ્સ અલ્ફા-2 રિસેપ્ટર્સની સાથે જોડાયેલા હોય છે, જેના કારણે વધુ માત્રામાં ફેટ જમા થવા લાગે છે. અન્ય ફેટની તુલનામાં આ ફેટ મુશ્કેલ રીતે ઓછો થાય છે. આ ફેટને ઓછો કરવા માટે લોકો ઘણા પ્રકારની રીતો અપનાવે છે. જેમાં હેલ્દી ડાઈટ, હેવી વર્કઆઉટ, સારી લાઈફસ્ટાઈલ જેવા રીતો સામેલ છે. આટલી મહેનત પછી પણ ઘણા લોકોના શરીર, પેટ, ચેસ્ટની ચરબી અથવા તો ફેટ ઓછો થતો નથી.

હાલમાં થયેલા એક રિસર્ચના મતે, એક ફળ એવું પણ છે, જેના સેવનથી શરીરની ચરબી ઓછી કરવામાં જોરદાર સફળતા મળી શકે છે. સૌથી સારી વાત એ છે કે તેના માટે જિમ જવાની પણ જરૂરિયાત નથી. બસ અઠવાડિયામાં માત્ર 5 દિવસ અડધો કલાક ચાલવાથી પણ મદદ મળી શકે છે. જે લોકોના સરીરમાં સૌથી વધુ ફેટ જમા થયેલો છે, તેના માટે આ રીત સૌથી ફાયદાકારક બની શકે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ શરીરની ચરબી ઘટાડવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

શું કહે છે રિસર્ચ
શરીરની ચરબી ઓછી કરવા માટે થયેલ આ રિસર્ચ ચિચેસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે, જેમાં રોજનું 30 મિનિટ સુધી ચાલનાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્સના વૈજ્ઞાનિકોએ 7 દિવસ માટે મહિલાઓને 600 mg ન્યૂઝીલેન્ડ બ્લેકકરંટ અર્ક (CurraNZ) આપવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડ બ્લેકકરંટ અર્ક આપવાનું કારણ તે હતું કે તેણે સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં એન્થોસાયનિનનું લેવણ ઘણી વધારે હોય છે. એન્થોસાયનિન, પોલીફેનોલની એક ઉપક્ષેણી છે જે ફળ-શાકભાજીને એક રંગ આપે છે. બ્લેકકરંટમાં જોવા મળતા એન્થોસાયાનિનમાં લોહીનો પ્રવાહ અને ચરબી વધારનારા ગુણો હોય છે.

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આ સપ્લીમેન્ટે ચરબી ઓછી કરવામાં 25 ટકા જેટલી મદદ કરી હતી. જે મહિલાઓના શરીરમાં સારું પરિણામ જોવા મળ્યું હતું, તેમણે 66 ટકા સૌથી વધુ ચરબી ઓછી કરી હતી. જે લોકોના પગમાં સૌથી વધુ ફેટ હતો, તે લોકોના હાથમાં સૌથી વધુ ચરબીવાળા લોકોની તુલનામાં સૌથી સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું.

સંશોધકો માને છે કે આ એડિપોસાઇટ્સ, ચરબીના કોષોને કારણે છે, જે પગમાં વધુ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આ સંશોધન દર્શાવે છે કે સમાન પ્રવૃત્તિ પછી, પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં ચરબી બર્નિંગનો દર બમણાથી વધુ છે.

બ્લેકકરંટ શું હોય છે
'કરન્ટ' શબ્દ આંવલા ફેમિલીની સાથે લગાવવામાં આવે છે. બ્લેકકરંટ સૂકી અને બીજ વિનાની કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે, જેને બ્લેક કોરીન્થ અને કેરીના કહેવામાં આવે છે. કરન્ટસ 3 અઠવાડિયા સુધી સૂકવવામાં આવે છે. તેમના નાના કદને લીધે, તેમનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. કિસમિસ, સુલતાન અને બ્લેકકરંટના ન્યૂ્ટ્રિશન પણ લગભગ સરખું જ છે, માત્ર ત્રણેયના રંગ દેખાવમાં અલગ-અલગ છે. બ્લેકકરંટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા યોગ્ય રહે છે, આંખોનું સ્વાસ્થ્ય બરાબર રહે છે વગેરે.

જિમ જવાની જરૂરિયાત રહેશે નહીં
ચિચેસ્ટર યુનિવર્સિટીમાં એક્સરસાઈઝ ફિઝિયોલોજીના પ્રોફેસર માર્ક વિલિયમ્સે જણાવ્યું હતું કે, અમે આ વિશે ગંભીરતાથી વિચારી શકીએ છીએ કે, એક્સરસાઈઝ અને રિસ્ટ્રિક્ટેડ ડ્રાઈટની સાથે જો બ્લેકકરંટનો ઉપયોગ કરવામાં આવે તો બોડીનું વેટ મેનેજમેન્ટ માટે ઘણું સારું સપ્લીમેન્ટ સાબિત થઈ શકે છે.

રિસર્ચ દ્વારા મળેલા પરિણામ એ સાબિત કરે છે કે બ્લેકકરંટ તે લોકોને સૌથી વધુ લાભ પહોંચાડી શકે છે, જેનું વજન ઘણું વઘારે છે, ખાસ કરીને લોઅર બોડીમાં... તેના માટે તમારે રોજ જિમ જવાની પણ જરૂરિયાત નથી, બસ 30 મિનિટના વોકથી પણ ફાયદો મળી શકે છે. જો ચાલવામાં સમય મળી રહ્યો નથી તો ઘરનું કામ કરવું, બાગકામ કરવાથી પણ ફાયદો મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news