નવી દિલ્હીઃ Gold Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર તૂટવાના કારણે આજે સોનાની કિંમતમાં મજબૂતી આવી છે. હાજર બજારમાં મજબૂત માંગને કારણે તાજા સોદામાં ભારે ખરીદી થઈ હતી, જેના કારણે શુક્રવારે વાયદાના વેપારમાં સોનાનો ભાવ રૂ. 113 વધીને રૂ. 55,414 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, એપ્રિલમાં ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 9,435 લોટના બિઝનેસ ટર્નઓવરમાં રૂ. 113 અથવા 0.2 ટકા વધીને રૂ. 55,414 પ્રતિ 10 ગ્રામ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Silver Price Today: વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.15 ટકા વધીને $1,837.40 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીના વાયદામાં પણ આજે નરમાઈ જોવા મળી હતી. એમસીએક્સ પર ચાંદીનો ભાવ ઘટીને રૂ. 61,811 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.40 ટકા ઘટીને 20.09 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.


બે સપ્તાહના નિચલા સ્તરથી સોનામાં વધારો
ડોલર તૂટવાને કારણે શુક્રવારે ગોલ્ડનો રેટ બે સપ્તાહના નિચલા સ્તરથી ઉપર ચઢી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ 2023 માટે સોનાનો કરાર 55325 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો હતો. ઘરેલૂ બજારમાં આ રેલી બાદ સોનાની કિંમતે પોતાના હાલના નુકસાનને પાર કરી લીધુ છે અને હવે તે ઉચ્ચ સપાટી 58847 રૂપિયાથી લગભગ 3500 રૂપિયા નીચે છે. 


આ પણ વાંચોઃ Post Office ની જબરદસ્ત સ્કીમ, ₹5 લાખના રોકાણ પર માત્ર વ્યાજથી થશે 2 લાખની આવક


કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે સોનાએ આજે ​​$1,810ના સ્તરની નજીક મજબૂત ટેકો લીધો છે. ઊંચા સ્તરે, સોનું $1,860 પ્રતિ ઔંસની નજીક પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક બજારમાં આજે સોનું રૂ. 55,700 પર પ્રતિકારનો સામનો કરી રહ્યું છે જ્યારે રૂ. 54,700 પ્રતિ 10 ગ્રામની નજીક સપોર્ટ લે છે.


આ પણ વાંચોઃ રાતોરાત સોનાના ભાવમાં ઉછાળો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો 10 ગ્રામ સોનાનો રેટ


ચાંદીની કિંમત આજે એમસીએક્સ પર 61000 રૂપિયાથી 64000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની અંદર રહેવાની આશા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 19.50 ડોલરથી 21 ડોલર પ્રતિ ઔંસની વચ્ચે કારોબાર કરી શકે છે. 


સોનાનું સપોર્ટ લેવલ
સોનાની કિંમતોમાં 1810 પ્રતિ ઔંસના સ્તર પર મજબૂત સમર્થન છે, જ્યારે 1860ના સ્તર પર પ્રતિકારનો સામનો કરી રહી છે. નિષ્ણાંતો કિંમતમાં ડિપ થવા પર ખરીદીની રણનીતિ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube